Home Crime સણદ્રા ગામમાં કૌટુંબિક સાળા બનેવી વચ્ચે બોલાચાલી થતા ખલ ના હાથા વડે...

સણદ્રા ગામમાં કૌટુંબિક સાળા બનેવી વચ્ચે બોલાચાલી થતા ખલ ના હાથા વડે જીવલેણ હુમલો કરતા ફરીયાદ થઈ

12
0


(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ તાલુકાના સણદ્રા ગામમાં નજીવી બાબતે સાળા બનેવી વચ્ચે માથાકૂટ થતાં જીવલેણ હુમલામાં બનેવી ને ઇજાઓ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રામગોપાલ રામદાસ વર્મા રહે. મથુરા(UP) હાલ રહે. સણદ્રા ની ફરીયાદ મુજબ તેમના કૌટૂમ્બીક સાળા શનાભાઇ પાંચીયાભાઇ વસાવા, રહે. સણદ્રા એ પોતાના વાડામાં જમરૂખનુ ઝાડ ઉગાડેલ તેની ડાળીઓ બનેવી રામગોપાલે કાપી નાંખતા જણાવ્યુ કે જમરૂખના ઝાડની ડાળીઓ કેમ કાપી નાંખેલ તેમ કહેતા સાળા એ બનેવીને લોખંડના ખલના હાથા (બટ્ટો) માથામાં ત્રણ ફટકા મારી તથા બરડાના ભાગે મારી જીવલેણ ઈજાઓ પહોચાડી મારી નાંખવાની કોશિષ કરી હોય આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous articleરાજપીપળા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના અટકેલા હપ્તા માટે પાલિકાના નવા C.O.પર સૌને આશા
Next articleરાજપીપળા વન વિભાગની ગાડીને જંગલ વિસ્તારમાં ટેમ્પોના ચાલકે ટક્કર મારી નાસી જતા ગુનો દાખલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here