વિશ્વમાં કોરોના સંક્રમિતોના આંકડા સતત વધી રહ્યા છે તેની વચ્ચે દક્ષિણ કોરિયામાં કોરોના ટેસ્ટિંગ માટેના કર્મચારીઓ ઓછા પડવા લાગતાં સરકારે સૈન્યની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ મૂન જેઇ ઇને આ અંગે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટેસ્ટિંગની કામગીરીમાં સરકારી કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. પાછલા ૨૪ કલાક દરમિયાન કોરોનાના નવા ૬૧૫ કેસ સામે આવ્યા હતા. પાછલા મહિનાથી આ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં ૩૭ હજારથી વધારે લોકો કોરોનાનો ભોગ બન્યા છે. દરમિયાન અમેરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પના પર્સનલ એટર્ની ગુલિયાની કોરોના પોઝિટિવ જાહેર થયા હતા અને બીજી તરફ કેલિર્ફોિનયામાં ગવર્નરે કડક લોકડાઉનના આદેશ જાહેર કર્યા છે. દરમિયાન વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાના ૬.૭૩ કરોડથી વધારે દર્દીઓ, ૧૫.૪૧ લાખથી વધુનાં મોત થયાં છે જ્યારે ૪.૬૫ કરોડ લોકો સ્વસ્થ થયાં છે.
ઇટાલીમાં ૧૮,૮૮૭ નવા કેસ નોંધાયા
પાછલા ૨૪ કલાકમાં ઇટાલીમાં કોરોનાના ૧૮,૮૮૭ નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં દેશમાં ૧૭ લાખથી વધારે લોકો કોરોના સંક્રમણનો ભોગ બનેલા છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૫૬૪ દર્દીઓનાં મોત થયાં હતાં, તે સાથે કોરોનાથી મોતનો આંકડો ૬૦ હજારને પાર કરી ગયો છે.
ચીનની કોરોનાની રસી સાઇનોવેક્સનો પ્રથમ જથ્થો રવિવારે ઇન્ડોનેશિયા પહોંચી ગયો છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી હતી. સરકાર ઝડપથી માસ વેક્સિનેશન ચળવળ શરૂ કરશે. દેશમાં લગભગ બે કરોડ રસીના ડોઝની જરૂર પડશે. દેશમાં ૫.૭૫ લાખથી વધારે કેસ નોંધાયા છે અને ૧૭ હજારથી વધુનાં મોત થયાં છે.
ઇટાલીમાં ૧૮,૮૮૭ નવા કેસ નોંધાયા
પાછલા ૨૪ કલાકમાં ઇટાલીમાં કોરોનાના ૧૮,૮૮૭ નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં દેશમાં ૧૭ લાખથી વધારે લોકો કોરોના સંક્રમણનો ભોગ બનેલા છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૫૬૪ દર્દીઓનાં મોત થયાં હતાં, તે સાથે કોરોનાથી મોતનો આંકડો ૬૦ હજારને પાર કરી ગયો છે.
Home International દક્ષિણ કોરિયામાં કોરોના ટેસ્ટિંગ માટેના કર્મચારીઓ ઓછા પડવા લાગતાં સરકારે સૈન્યની મદદ...