Home India શ્રીનગરમાં આતંકવાદીઓનો સેનાએ કર્યો સફાયો, અંતિમ આતંકી પણ થયો ઢેર

શ્રીનગરમાં આતંકવાદીઓનો સેનાએ કર્યો સફાયો, અંતિમ આતંકી પણ થયો ઢેર

19
0

કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે કાશ્મીરનાં શ્રીનગર જિલ્લાનો કોઈપણ આતંકવાદી હવે કાશ્મીરમાં સક્રિય નથી. શ્રીનગર જિલ્લાનો રહેવાસી એક જ આતંકવાદી બચ્યો હતો જેને સુરક્ષાદળોએ શ્રીનગરનાં બહારનાં વિસ્તારમાં મારી પાડ્યો. ત્યારબાદ હવે શ્રીનગર જિલ્લાનો રહેવાસી કોઈપણ આતંકવાદી આખા પ્રદેશમાં સક્રિય નથી. પોલીસ આને મોટી સફળતા માની રહી છે. પોલીસે જણાવ્યું કે શનિવારનાં 2 આતંકવાદી અથડામણમાં માર્યા ગયા હતા.
અનેક વિસ્તારોને આતંકમુક્ત
આમાં સામેલ લશ્કર કમાન્ડર ઇશફાક રશીદ ખાન પણ સામેલ હતો. ઇશફાક શ્રીનગર જિલ્લાનો રહેનારો એકમાત્ર આતંકવાદી બચ્યો હતો, જેની લાંબા સમયથી શોધ ચાલી રહી હતી. રવિવારનાં પોલીસે દાવો કર્યો છે કે કાશ્મીરમાં દર મહિને સફળતા મળી રહી છે, જેમાં અનેક વિસ્તારોને આતંકમુક્ત કરવામાં આવ્યા છે.
જુલાઈમાં 9 અથડામણમાં 16 આતંકવાદીઓ માર્યા ગયા
જુલાઈમાં અત્યાર સુધી કાશ્મીરમાં 9 અથડામણ થઈ જેમાં 16 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ વર્ષે કુલ 50 અથડામણ થઈ જેમાં 146 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકવાદીઓમાં લશ્કર, જૈશ, હિઝબુલનાં કમાન્ડર પણ સામેલ છે. આ દરમિયાન ત્રાલ જેવા વિસ્તારને આતંક મુક્ત કરવામાં આવ્યો છે.
લોકો પોલીસને સંપૂર્ણ મદદ કરી રહ્યા છે
DGP દિલબાગ સિંહનું કહેવું હતુ કે, “અમારો પ્રયત્ન શાંતિ લાવવાનો છે જેમાં પોલીસ પોતાના બાકીનાં સહયોગી સુરક્ષાદળોની સાથે મળીને કામ કરી રહી છે. લોકો પણ પોલીસને સંપૂર્ણ મદદ કરી રહ્યા છે. જનતાએ પાકિસ્તાન તરફથી ફેલાવવામાં આવતા આતંકવાદથી ઘણું જ નુકસાન સહન કર્યું છે. હવે તેઓ આનાથી છૂટકારો મેળવવા ઇચ્છે છે. આગળ પણ પોલીસનાં ઑપરેશન આ રીતે ચાલું રહેશે, જેથી કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવી શકાય.”


Previous articleઢબુડી માતા’ ઉર્ફે ધનજી ઓડ ફરી ચર્ચામાં, CORONAમાં ઘર બહાર ભીડ ભેગી કરી, કરાઈ અટકાયત
Next articleબેક્ટેરિયાને 90 દિવસ દૂર રાખતું નાનોવા હાઈજીન નામનું લિક્વિડ લોન્ચ, વિદ્યાનગરના ઉદ્યોગપતિએ વૈજ્ઞાનિકોની મદદથી બનાવડાવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here