Home Gujarat સુરતમાં છેલ્લા 4 દિવસમાં 5 હત્યાના બનાવ ચોપડે નોંધાયા છે….

સુરતમાં છેલ્લા 4 દિવસમાં 5 હત્યાના બનાવ ચોપડે નોંધાયા છે….

9
0

સુરત શહેર ફરી લોહી લુહાણ બન્યું હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં છેલ્લા 4 દિવસમાં 5 હત્યાના બનાવ ચોપડે નોંધાયા છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોવાલક રોડ પર માત્ર 1500 રૂપિયાની લેતીદેતીમાં યુવકને ચપ્પુના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા બાદ હત્યારાઓ ફરાર થયા હતા. આ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતાં ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોવાલક નગર રોડ પાસે હત્યાનો કોલ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ જાણકારી મુજબ 26 વર્ષીય સનંત કુમાર યાદવ નામના વ્યક્તિને ચાર જેટલા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક અને હત્યારાઓ વચ્ચે માત્ર 1500 રૂપિયાની લેતી દેતી માટે કેટલાક દિવસોથી ઝગડો ચાલતો હતો.રોજ આ જ 1500 રૂપિયાની લેતીદેતી માટે હત્યારાઓએ મૃતકને બોલાવ્યો હતો, અને તેના 1500 રૂપિયાની માંગણી કરી હતી. પણ આપેલા રૂપિયા નહીં આપતા રોષે ભરાયેલા હત્યારાએ તેની પાસે રહેલું ચપ્પાથી ઉપરા છાપરી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આરોપીઓ હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ આરંભી હતી.
પોલીસે હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને બાતમી મળી હતી કે, હત્યારા હત્યા બાદ પાંડેસરા વિસ્તારમાં જ ફરી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે, ત્યાં પોલીસ પૂછપરછ કરી રહી છે કે ખરેખર હત્યા માત્ર 1500 રૂપિયાની લેતીદેતી જ છે કે અન્ય કોઈ કારણ પણ છે. ત્યારે હત્યામાં સામેલ અન્ય એક ઇસમની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.
અત્રે નોંધનીય છે કે, સુરત શહેરમાં 5 દિવસમાં જ 5 હત્યાના બનાવ બનતા લોકોમાં દહેશતનો માહોલ છે અને લાગી રહ્યું છે કે ગુનેગારો પર પોલીસનો કોઈ જ ખોફ નહીં રહ્યો અને ગુનેગારો બિન્દાસ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપી રહ્યા છે.


Previous articleરાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3259એ પહોંચ્યો છે….
Next articleન્યુ ઈન્ડિયાને બનાવવા માટે પીએમ મોદીએ પાંચ મોટાં સપનાં જોયા છે. જે સાકાર થતાં દેશની સૂરત બદલાઈ જશે તે નક્કી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here