તહેવારો ટાણે કોરોના વાયરસના રાફડો ફાટવો સ્વાભાવિક છે, કારણ કે જે રીતે લોકો દિવાળીના તહેવારોની ઉજવણી અને ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. તે જોતા કેસ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ સુરતના સાંસદ દર્શના જરદોશનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સાંસદ દર્શના જરદોશ હાલ હોમ આઈસોલેશન થયા છે. આ વિશે સાંસદ દર્શના જરદોશે ટ્વીટ કરીને માહિતી આપી છે.
સુરતમાં ભાજપના સાંસદ દર્શના જરદોશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે.તેણીએ ટવીટ કરીને કહ્યું કે તે સેલ્ફ આઇસોલેશનમાં છે અને તેણીના સંપર્કમાં આવેલ તમામ લોકો કોરોના ટેસ્ટ કરાવી લેજો.
નોંધનીય છે કે, ગુરુવારે સુરત શહેરમાં 141 તો જિલ્લામાં42 કેસ સાથે કુલ 183 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરત જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 39826 થઈ ગઈ છે. ગુરુવારે શહેર જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.