Home Gujarat સુરતમાં માથાભારે સૂર્યા મરાઠેની હત્યાની સાથે સાથે માથાભારે હાર્દિક પટેલની હત્યા થતા,…

સુરતમાં માથાભારે સૂર્યા મરાઠેની હત્યાની સાથે સાથે માથાભારે હાર્દિક પટેલની હત્યા થતા,…

44
0

સુરતમાં માથાભારે સૂર્યા મરાઠેની હત્યાની સાથે સાથે માથાભારે હાર્દિક પટેલની હત્યા થતા એક અંશે એવું લાગ્યું હતું કે વેડ અને કતારગામ વિસ્તારમાં હવે શાંતિ જોવા મળશે, પરંતુ મરનાર માથાભારે હાર્દીક પટેલની પત્નીના માનસિક ત્રાસથી ખેડૂતે આપઘાત કરી લેતા લાગે છે કે ખાલી જગ્યા પુરવા માટે હવે લેડી ડોન મેદાનમાં આવી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, માથાભારે સૂર્યા મરાઠે જેની હત્યા આ વર્ષે કરવામાં આવી હતી. મિત્ર અને સાથે ગેંગના સભ્યોએ ભેગા મળીને માથા ભારે સૂર્યા મરાઠેની હત્યા કરી નાખી હતી અને આ હત્યા દરમિયાન ઝપાઝપી થઈ હોવાથી સૂર્યા મરાઠેના હાથે હાર્દીક પટેલ પણ ઇજાગ્રસ્ત થયા બાદ સારવાર દરમિયાન મોતને ભેટી ગયો હતો.સુરત પોલીસ માટે એક જ બનાવમાં બે માથાભારેની હત્યા થતા એવું લાગ્યું હતું કે, આ વિસ્તારમાં હવે અસામાજિક તત્વોનો આતંક સમાપ્ત થયો છે, પરંતુ ખેડૂત કિરીટ પટેલની આપઘાતના તપાસનો રેલો હવે લેડી ડોન બનવાના પ્રયાસ કરતી નૈનાબેન પટેલ સુધી પહોંચી ગયો છે. સુરતમાં મોટી વેદ વિસ્તારમાં આવેલી જમીનનો બિલ્ડર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી રૂપિયા આપવામાં થઇ રહેલી બદમાશી અને બીજી તરફ વ્યાજ ખોરના ચુંગાલમાં ફસાઈને આપઘાત કરી લેનાર જહાંગીરપુરાના ખેડૂતના આપઘાતની ઘટનામાં ગત શનિવારે રાત્રે બિલ્ડર અને સૂર્યા મરાઠીની હત્યા વખતે પોતે પણ રહેંસાઈ ગયેલાં હાર્દિક પટેલની પત્ની નયના વિરુદ્ધ જહાગીરપુરા પોલીસે અંતે આપઘાતની દુષ્પેરણા આપવાનો ગુનો નોંધ્યો હતો.
42 વર્ષીય કિરીટ ધીરજ પટેલે જહાંગીરપુરા સુંદરવન રો – હાઉસ સ્થિત મકાનમાં ગુરુવારે ફાંસો ખાઇ લીધો હતો. કીરીટે લખેલી બે સુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી હતી. જેમાં વ્યાજખોરો પોતાનું ઘર લખાવી લેવા માગતા હોવાનું અને મોટી વેડની જમીન ખરીદનાર બિલ્ડર મગન દેસાઇ રૂપિયા નહિ આપતો હોવાનું અને તેણે ગદ્દારી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
સૂર્યા મરાઠીની હત્યા કેસમાં સંડોવાયેલા હાર્દિક પટેલની પત્ની નયના પાસેથી કિરીટ પટેલે સાડા છ લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. એક લાખ તો કીરીટ ચૂકવી શક્યો હતો, પરંતુ બાકી રહેલાં સાડા પાંચ લાખ માટે નયના ઘરે આવીને રંજાડતી હોવાના આક્ષેપને પગલે પોલીસે નયના પટેલને પણ આરોપી બનાવી દીધી છે. એમ કહી શકાય કે ખાલી પડેલી ડોનની જગ્યા માટે હવે નૈના પુરવા માટે સામે આવી રહી છે.


Previous articleભારત ખુબ જ મોટા પાયે દવાઓનું ઉત્પાદન કરે છે, પણ તેના માટે જરૂરી રો મટિરિયલ API અને KSM ની આયાત ચીનથી કરવામાં આવે છે…..
Next articleબનાસકાંઠાના ગઢ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here