Home Kheda (Anand) ડાકોર રણછોડરાય મંદિરના 865 વર્ષના ઇતિહાસમાં બેસતા વર્ષે 4 વાગે દર્શન ખુલ્યા

ડાકોર રણછોડરાય મંદિરના 865 વર્ષના ઇતિહાસમાં બેસતા વર્ષે 4 વાગે દર્શન ખુલ્યા

90
0

ડાકોર રણછોડરાય મંદિર 865 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે બેસતા વર્ષે મંદિર અડધા દિવસ માટે બંધ રહ્યા બાદ સાંજે 4 વાગે દર્શન ખુલ્યા હતા. વળી 250 વર્ષ જૂની ગોવર્ધન પૂજા અને અન્નકૂટ લૂંટ ઉત્સવ પરંપરા પણ પ્રતીકાત્મક રીતે બંધ બારણે જ સંપન્ન કરાઈ હતી. મંદિરના દરવાજા બંધ હોવાથી પ્રભુના દર્શન થઈ શક્યા નહોતા.નગરજનોમાં પણ નૂતન વર્ષના ઉત્સવનો ઉત્સાહ જોવા મળ્યો નહોતો. મહત્વનું છે કે અન્નકૂટ લૂંટ ઉત્સવ પરંપરા બાબતે હકારાત્મક ઉકેલ આવ્યો હોવા છતાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ મંદિરના મુખ્ય દરવાજા બંધ રાખવા અને દર્શનાર્થીઓ પ્રવેશ બંધ રાખવા મંદિર મેનેજમેન્ટ ઉપર દબાણ બનાવ્યું હતું. જેના કારણે રવિવારે બપોર સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું હોવાના અહેવાલે લોકોમાં અણગમો ઉભો કર્યો હતો.

4.30 કલાકે શ્રધ્ધાળુઓને નિત્ય કાર્યક્રમ મુજબ દર્શન લાભ મળ્યો.

જોકે સાંજે 4.30 કલાકથી શ્રધ્ધાળુઓને નિત્ય કાર્યક્રમ મુજબ દર્શન લાભ મળ્યો હતો. પરંપરાગત 151 મણની સામગ્રીનો અન્નકૂટ માત્ર પ્રતીકાત્મક પધ્ધતિમાં 11 મણમાં સમેટાયો હતો. ડાકોર રણછોડરાય મંદિરમાં નૂતન વર્ષના પ્રથમ દિને નિત્ય રીતિથી રાજભોગ સર્યા બાદ ગોવર્ધનપૂજાની તૈયારી થાય છે. અન્નકૂટ મહોત્સવ એ નંદબાબા સહીત વ્રજજનોનો અન્યાશ્રય છોડાવવાની અને સ્વર્ગના રાજા ઈન્દ્રના માનભંગની લીલા છે.

ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ધારણ કરી પ્રભુએ ઇન્દ્રનું અભિમાન તોડ્યું હોવાની પ્રસિદ્ધ મહાભારત કથા છે.જે ભાવ સાથે ડાકોર મંદિરમાં ગોવર્ધન પૂજા થાય છે.ગોવર્ધન પૂજાને સાર્થક કરવા અન્નકૂટ ઉત્સવ કરવામાં આવે છે. બંધ બારણે પ્રભુને સ્થાનિક બ્રાહ્મણો દ્વારા અન્નકૂટ પીરસાય છે.

 

Previous articleઆણંદ નેશનલ હાઈ-વે એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો
Next articleએકાઉન્ટના કારણે જમ્મૂ-કાશ્મીર-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here