Home South-Gujarat ઓલ ઇન્ડિયા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ડાંગ જિલ્લાનાં કોષમાળનાં શિક્ષકે ભાગ લઈ ડાંગ જિલ્લાનું...

ઓલ ઇન્ડિયા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ડાંગ જિલ્લાનાં કોષમાળનાં શિક્ષકે ભાગ લઈ ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યુ.

74
0

ઓલ ઇન્ડિયા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ડાંગ જિલ્લાનાં કોષમાળનાં શિક્ષકે ભાગ લઈ ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યુ.. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં આવેલ પ્રા.શાળા કોષમાળનાં શિક્ષક જયેશભાઇ દિનુભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી 800 મી.1500 મી.દોડની સ્પર્ધામાં ભાગ લઈ ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.હરિયાણાનાં કર્નલ જિલ્લાનાં કર્ણ સ્ટેડિયમ ખાતે તાજેતરમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2020-21ની સ્પર્ધા યોજાઈ હતી.તે સ્પર્ધામાં બે ઇવેન્ટમાં આ ડાંગનાં શિક્ષકે ભાગ લીધો હતો.તે બદલ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી,ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ,વઘઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ,કેન્દ્ર શિક્ષક મિત્રો તથા આચાર્ય મિત્રો દ્વારા શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.


શેખર ખેરનાર ડાંગ


Previous articleરાજપીપળા માં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદની ઉલ્લાસભેર ઉજવણી
Next articleઆણંદ ફૂડ વિભાગની કાર્યવાહી : અખાદ્ય ખોરાક વેચતી 21 પેઢીને 19 લાખનો દંડ ફટકાર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here