Home Surat માંગરોળના વેલાછા ગામે યોજાયેલ ભાજપની કારોબારી સભામાં મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે...

માંગરોળના વેલાછા ગામે યોજાયેલ ભાજપની કારોબારી સભામાં મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે પદાધિકારીઓ અને વિવિધ મોરચાના પ્રમુખોનું સન્માન કરાયું…

20
0

અગ્રણી આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ થયું
માંગરોલ, દેગડીયા : માંગરોળ તાલુકાનાં વેલાછા ગામે શંકરદાદા હાઇસ્કુલ ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાનાં અધ્યક્ષતામાં યોજાયેલ ભાજપની કારોબારી સભામાં જિલ્લા પંચાયતમાં સત્તા પ્રાપ્ત કરનારા વિવિધ પદાધિકારીઓ અને તાલુકા ભાજપ સંગઠનના વિવિધ મોરચાના પ્રમુખો નું સન્માન અગ્રણી આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું કારોબારી પહેલા મંત્રીશ્રી ગણપતભાઇ અને અન્ય અગ્રણીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
તાજેતરમાં સુરત જિલ્લા પંચાયત માં સિંચાઈ સહકાર સમિતિના ચેરમેન બનેલા જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ ખાન પઠાણ તેમજ મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન બનેલા નયનાબેન ધર્મેન્દ્રસિંહ સોલંકી જિલ્લા પંચાયતમાં દંડક બનેલા દિનેશભાઈ સુરતી સહિતના પદાધિકારીઓ નુ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તાજેતરમાં તાલુકા અને જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ મોરચાના પ્રમુખો ઉપપ્રમુખો ની વરણી કરવામાં આવી છે જેમાં જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપ પ્રમુખ ઈદ્રીશભાઈ મલેક. તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ મિહિર પટેલ, આદિવાસી મોરચાના પ્રમુખ નવીન વસાવા તેમજ બક્ષીપંચ, અનુસૂચિત જાતિ મોરચો, કિસાન મોરચો સહિત કુલ સાત મોરચાના પ્રમુખ ઉપપ્રમુખો નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે તાજેતરમાં માંગરોળ APMC ના ચેરમેન બનેલા દિલીપસિંહ રાઠોડ નું સન્માન અગ્રણી આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ પ્રભારી ભરતભાઈ રાઠોડ સહિતના આગેવાનો એ સંગઠન લક્ષી માર્ગદર્શન આપ્યું હતું કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ સરકારની વિવિધ યોજનાઓ અંગે કાર્યકર્તાઓને માહિતગાર કર્યા હતા ઉપરોક્ત કાર્યક્રમમાં અગ્રણીઓ આગેવાનો ભાજપ મહામંત્રી યોગેશ પટેલ, મહામંત્રી દીપક વસાવા, ,હર્ષદ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત,તાલુકા કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરત પટેલ,રવજી વસાવા,રમેશ ચૌધરી,મુકુંદ પટેલ હાજર સહિત ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Previous articleમોટી નરોલી ગામે નેશનલ હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું વેચાણ થતાં મામલતદારે દરોડો પાડ્યો…
Next articleઉમરપાડા ના ઉમરદા ગામે મનરેગા યોજનામાં લાખોનો ભ્રષ્ટાચાર આચરનાર વિરુદ્ધ પગલાં ભરવાની માંગ ઉઠી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here