Crime

ભરૂચ શહેરમાં શીતલ સર્કલ બ્રીજ નીચેથી સટ્ટા બેટીંગનો જુગાર રમતા છે જુગારીઓને ઝડપી પાડી ગણનાત્મક કેશ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.

પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા જીલ્લામાં પ્રોહી / જુગારની બદીઓ નેસ્ત નાબુદ કરવાના હેતુથી ડ્રાઇવ રાખવામાં આવેલ અને ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરી પ્રોહી / જુગારના કેશો શોધી કાઢવા આપેલ સુચના આધારે

જે.એન. ઝાલા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી / જુગારની ડ્રાઈવ અંતર્ગત અસરકારક કામગીરી કરવા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ તે પૈકી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેરમાં શીતલ સર્કલ બ્રીજ નીચે ખુલ્લી જગ્યામાં સટ્ટા બેટીંગના જુગારની સફળ રેઇડ કરી કુલ ૦૬ જુગારીઓને જુગાર રમવાના સાધનો તથા વાહનો મળી કુલ મુદ્દામાલ કી ૧,૦૦,૯૮૦ / – સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “ સી ” ડીવીઝન પો.સ્ટે . ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે .

પકડાયેલ આરોપી

( ૧ ) સુરેશભાઇ પુનમચંદ્ર ચૌહાણ રહેવાસી- ઝાડેશ્વર ગામ સાંઇવાડી તા.જી. ભરૂચ
( ૨ ) રમેશભાઇ ઠાકોરભાઇ વસાવા રહેવાસી- દુધધારા ડેરી ઇન્દીરાઆવાસ ભોલાવ ભરૂચ
( ૩ ) વીજયભાઇ બકુલભાઇ વસાવા રહેવાસી- ભોલાવ ગ્રામ પંચાયતની બાજુમાં તા.જી. ભરૂચ
( ૪ ) મયુદ્દીન અબ્દુલ મિંયા મલેક રહેવાસી- મકતમપુર મગદુમપાર્ક પાણીની ટાંકી પાસે ભરૂચ
( ૫ ) શહેબાઝ S / O બશીરઅલી અબ્દુલ મજીદ શેખ રહેવાસી- કુંભારીયા ઢોળાવ લીમડીચોક ભરૂચ
( ૬ ) અજયભાઇ રમણભાઇ વસાવા રહેવાસી- ભાટવાડ આદર્શ સ્કુલ પાસે અંક્લેશ્વર જી.ભરૂચ

પકડાયેલ મુદ્દામાલ

( ૧ ) રોકડા રૂપિયા -૧૦,૪૮૦ /
( ૨ ) મોબાઇલ નંગ -૦૬ કિંમત રૂપિયા ૧૦,૫૦૦ /
( ૩ ) એક્ટીવા વાહન નંગ -૦૨ કિંમત ૮૦,૦૦૦ / કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા- ૧,૦૦,૯૮૦ /

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ

પો.સ.ઇ. એ.એસ. ચૌહાણ , હે.કોન્સ અજયભાઇ ગણપતસિંહ , સંજયદાન , હીતેષભાઇ , તથા પો.કો. મહીપાલસિંહ , શ્રીપાલસિંહ , વિશાલભાઇ

Leave a Reply

Your email address will not be published.