Home International અમેરિકા માં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 254680 નવા કેસ સામે આવ્યા.

અમેરિકા માં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 254680 નવા કેસ સામે આવ્યા.

23
0

અમેરિકા (America)માં બે-બે કોરોના વાયરસ (Coronavirus) વેકસીન (Vaccine)ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ પણ મહામારીનો કહેર ઓછું થવાનું નામ લઇ રહ્યું નથી. છેલ્લાં 24 કલાકમાં અમેરિકામાં કોરોનાના 254680 નવા કેસ સામે આવ્યા છે. તો આ દરમ્યાન 2794 લોકોના મોત પણ થયા છે. હવે અમેરિકાની અતિ સુરક્ષિત કહેવાતી જેલોમાં પણ કોરોના બોમ્બ ફૂટતો દેખાઇ રહ્યો છે.
દર પાંચમાંથી એક કેદી કોરોના પોઝિટિવ
અમેરિકામાં દર પાંચમાંથી એક કેદી કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. જે દર સામાન્ય વસતીની સરખામણીમાં ચાર ગણી વધુ છે. એસોસીએટેડ પ્રેસ અને માર્શલ પ્રોજેક્ટ દ્વારા એકત્રિત આંકડા પ્રમાણે દરેક રાજ્યોમાં અડધાથી વધુ કેદી સંક્રમિત થયા છે. કમ સે કમ 275000 કેદી સંક્રમિત થયા છે, તેમાંથી 1700થી વધુના મોત થયા છે અને જેલોમાં વાયરસનો પ્રસાર ઓછું થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી.
જેલોમાં કોરોના સંક્રમણના કેસ ઉંચી સપાટી પર
આ સપ્તાહ જેલોમાં સંક્રમણના નવા કેસ પોતાની નવી ઊંચાઇ પર પહોંચી ગયા. ન્યૂયોર્કના રાઇકર્સ દ્વીપ જેલ પરિસરના પૂર્વ મુખ્ય ચિકિત્સા અધિકારી હોમર વેંટર્સ એ કહ્યું કે આ સંખ્યા વાસ્તવિક સંખ્યાથી ખૂબ ઓછી છે. વેંટર્સે કોર્ટના આદેશ પર કોવિડ-19ની સ્થિતિ જાણવા માટે દેશભરમાં એક ડઝનથી વધુ જેલોનું નિરીક્ષણ કર્યું છે.
પૂર્વ મુખ્ય ચિકિત્સા અધિકારી એ ખોલી અમેરિકન જેલોની પોલ
હોમર વેંટર્સ એ કહ્યું કે હું હજુ પણ જેલોમાં જઉં છું, મોટી સંખ્યામાં કેદી બીમાર થઇ રહ્યા છે. ત્યાં ના તો તેમની યોગ્ય રીતે તપાસ થતી હોય છે ના તો તેમની દેખભાળ સુવિધાઓ પણ દેખાતી નથી. આથી તેઓ વધુ બીમાર થઇ જાય છે.


Previous articleરાહુલ ગાંધી એ દેશમાં કોરોના વાયરસ ના કેસ એક કરોડથી વધુ થયા બાદ સરકાર પર નિશાન સાંધ્યું.
Next articleઈન્ડસ્ટ્રીઝ ફરી એક વાર મોટી સંખ્યામાં લોકોને રોજગાર આપતી થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here