Home Corona-live ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9395 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9395 નવા કેસ નોંધાયા

72
0

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 9395 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 91320 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 278 લોકો વેન્ટીલેટર પર છે. 91042 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1052222 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10438 લોકોના મોત થયા છે.


બીજી તરફ આજે 16066 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.18 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 30 મોત થયા. આજે 88,117 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3582, વડોદરા કોર્પોરેશનમાં 1598, રાજકોટ કોર્પોરેશનમાં 522, વડોદરામાં 413, સુરત કોર્પોરેશનમાં 398, ગાંધીનગર કોર્પોરેશનમાં 304, પાટણ 276, રાજકોટ 251, સુરતમાં 244, મહેસાણા 200, ગાંધીનગર 171, કચ્છ 153, ભાવનગર કોર્પોરેશનમાં 125, ખેડા 125, આણંદ 122, બનાસકાંઠા 99, નવસારી 88, વલસાડ 86, અમદાવાદ 71, સાબરકાંઠા 67, તાપી 64, સુરેન્દ્રનગર 48, ભરુચ 46, જામનગર કોર્પોરેશન 35, અમરેલી 34, દેવભૂમિ દ્વારકા 33, મોરબી 33, દાહોદ 31, ભાવનગર 23, પંચમહાલ 22, ગીર સોમનાથ 21, જામનગર 20, પોરબંદર 20, જૂનાગઢ 14, ડાંગ 13, જૂનાગઢ કોર્પોરેશન 11, છોટા ઉદેપુર 10, નર્મદા 9, મહીસાગર 6, અરવલ્લી 5 અને બોટાદ 2 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here