Home Gujarat લક્ષ્મીપુરા ખાતે મળેલી મીટીંગ માં શ્રીવાકળ કાનમ પ્રજાપતિ સમાજ વડોદરાના પ્રમુખ અને...

લક્ષ્મીપુરા ખાતે મળેલી મીટીંગ માં શ્રીવાકળ કાનમ પ્રજાપતિ સમાજ વડોદરાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદેદારોની વરણિ કરવામાં આવી

88
0

શ્રીવાકળ કાનમ પ્રજાપતિ સમાજ વડોદરાની હાલ માં જ પાદરા વાર્ષિક સામાન્ય સભા પાદરા ખાતે યોજાઈ હતી. ત્યારે ફરી એક વાર ત્રણ વર્ષ ની ટર્મ માટે શ્રી વાકળ કાનમ પ્રજાપતિ સમાજ વડોદરા ના પ્રમુખ તરીકે વિનોદભાઈ પ્રજાપતિ (વડોદરા) તથા ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ પ્રજાપતિ જે પાદરા ના વરિષ્ઠ પત્રકાર છે તેઓની નિમણૂક કરવામાં આવી હતી તથા ઉપપ્રમુખ તરીકે હસમુખભાઈ પ્રજાપતિ (ગોઠડા) ની વરની કરવામાં આવી હતી. મંત્રી તરીકે કમલેશભાઈ પ્રજાપતિ સલાટવાળા સહિત સહમંત્રી સહિત કોષધ્યક્ષતથા આંતરિક ઓડિટર અને સભ્ય તથા ટ્રસ્ટીઓ સહિત હોદેદારો ની વરની કરવામાં આવી હતી પાદરા પાસે ના લક્ષ્મીપુરા ખાતે આવેલ પ્રજાપતિ સમાજ ની કાર્યાલય ખાતે મળેલી મીટીંગ માં હોદેદારો ની વરની કરવામાં આવી હતી. મળેલી મીટીંગ માં સમાજ ની પ્રગતિ તેમજ શૈક્ષણિક અને સામજિક પ્રગતિ માટે અનેક કાર્યો માટે સંકલ્પ કરવામાં આવ્યા હતા. આગામી વર્ષો ત્રણ વર્ષની ટર્મ માટે હોદેદારો ની વરની કરવામાં આવી હતી જ્યાં મીટીંગ માં સમાજ ની પ્રગતિ માટે મહિલા મંડળ તેમજ યુવાનો ની સમિતિ બનાવી ને કાર્યરત કરવામાં આવશે સાથે ધાર્મિક કાર્યો માટે પણ સમિતિ માં હોદેદારો ની વરની કરવામાં આવી હતી.નવી નિમણુંક પામેલા પ્રજાપતિ સમાજ ના હોદેદારો ને સ્વાગત સાથે અભિનંદન પાઠવ્યા હતા..


Previous articleચિત્ર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ શાળા નં.1 હળવદના વિદ્યાર્થીએ પ્રથમ નંબર મેળવી ડંકો વગાડ્યો
Next articleધધુકા ના તગડી ગામે ભારતીય મજદૂર સંઘ સલગ્ન એમડીએમ પીએમ પોષણ યોજના કર્મચારી સંઘ ની મહત્વની બેઠક મળી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here