Business

નવેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં કુલ મળીને 15 દિવસ બેંકોમાં રજા રહેશે…

નવેમ્બર મહિનામાં દિવાળીનો મોટો તહેવાર આવવાનો છે. ધનતેરસથી લઈ સમગ્ર દેશમાં છઠ્ઠ પૂજા, ગુરુ નાનક જયંતિ સહિત અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવશે. જેને કારણે નવેમ્બર મહિનામાં રજાઓની પણ ભરમાર રહેવાની છે. નવેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં કુલ મળીને 15 દિવસ બેંકોમાં રજા રહેશે. જો કે, ગુજરાતમાં 15 દિવસ બેંકો બંધ નહીં રહે. દેશનાં અલગ-અલગ રાજ્યોમાં બેંકોમાં અલગ-અલગ તહેવારોની રજા રહેશે. જાણો ગુજરાતમાં ક્યારે બેંકો બંધ રહેશે.

દિવાળીના તહેવાર નિમિત્તે પૈસાનું કામકાજ દરેક લોકોને હોય છે. હાલ કોરોનાને કારણે શોપિંગ માટે ઓનલાઈન પેમેન્ટનું ચલણ તો વધ્યું છે. પણ તેમ છતાં પણ એવી અનેક વસ્તુઓ હોય છે કે જેના માટે બેંકમાં જવું પડે તેમ હોય છે. તેવામાં દિવાળીના તહેવાર નિમિત્તે ગુજરાતમાં સાત દિવસ માટે બેંક બંધ રહેશે. તો જાણો ગુજરાતમાં કઈ-કઈ તારીખે બેંક બંધ રહેશે. આપને જણાવી દઈએ કે, નવેમ્બરમાં ચાર રવિવાર અને બે શનિવારે બેંકો બંધ રહેશે.

આ દિવસે બેંકમાં હશે રજા

1 નવેમ્બર – રવિવાર
8 નવેમ્બર – રવિવાર
14 નવેમ્બર – મહિનાનો બીજો શનિવાર/દિવાળી
15 નવેમ્બર – રવિવાર
16 નવેમ્બર- બેસતું વર્ષ/ભાઈબીજ
22 નવેમ્બર – રવિવાર
28 નવેમ્બર – ચોથો શનિવાર
29 નવેમ્બર – રવિવાર

Leave a Reply

Your email address will not be published.