Home Gujarat સ્કૂલ ફી વિવાદમાં શાળા સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં એક સોંગદનામું કર્યું છે….

સ્કૂલ ફી વિવાદમાં શાળા સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં એક સોંગદનામું કર્યું છે….

25
0

રાજ્યમાં સ્કૂલ ફી વિવાદનો મુદ્દો દિવસેને દિવસે વિવાદ પકડતો જાય છે ત્યારે સ્કૂલ ફી વિવાદમાં શાળા સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં એક સોંગદનામું કર્યું છે. સ્કૂલ ફી વિવાદમાં ફીમાં 25% માફીની ફોર્મ્યૂલાનો સંચાલકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે હાઈકોર્ટમાં એક સોંગદનામું કર્યું છે. આ અરજી પર આવતીકાલે એટલે કે શુક્રવારે ચીફ જસ્ટિસની ખંડપીઠમાં તેની સુનાવણી થશે.
સ્કૂલ ફી વિવાદના મુદ્દે શાળા સંચાલકોએ સરકારની સમાધાન ફોર્મ્યૂલા સ્વીકાર્ય ન હોવાનું સોગદનામું કર્યું છે. FRCની મંજૂર ફીનો વધારો જતો કરવા સંચાલકો તૈયાર થયા છે. આ સિવાય ગતવર્ષની ફી યથાવત રાખી 5થી12% રાહત આપવાનો દાવો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના કેસ ટુ કેસ બેઝ પર ફી માફીની પણ તૈયારી દર્શાવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ફી રેગ્યુલેટરી કમિટીએ મંજુર કરેલી ફી પ્રમાણે શાળા સંચાલકો 5થી 12 ટકાનો ફી વધારો લઈ શકે, પણ શાળા સંચાલકો આ વધારો હાલ જતો કરવા તૈયાર થયા છે. શાળા સંચાલકો ગત વર્ષની ફી જ યથાવત રાખીને વાલીઓને 5થી 12 ટકા સુધીની ફીની રાહત આપી રહ્યા હોવાની રજુઆત કરાઈ છે.
શાળા સંચાલકોની એવી તૈયારી દર્શાવી છે કે, જે વિદ્યાર્થી ફી ભરી શકે તેમ નહીં હોય તો કેસ ટુ કેસ બેઝિઝ પર 10 ટકાથી 100 ટકા સુધીની ફી માફ કરવા તૈયારી દર્શાવી છે. ફિક્સ ટકાવારી પર ફી ઘટાડવાની સરકારની સમાધાનની વાત શાળા સંચાલકોને સ્વીકાર્ય નહીં, સંચાલકોએ આપેલી ફોર્મ્યુલા સરકારને સ્વીકાર્ય નહીં હોવાનો સોગંદનામામાં દાવો કરાયો છે. શુક્રવારે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચ સમક્ષ સુનાવણી થશે.


Previous articleજ્યોતિષ શાસ્ત્રમાં કેતુને રહસ્યમયી અને માયાવી ગ્રહ માનાવમાં આવે છે જે ઉલટી ચાલ ચાલે છે….
Next article૩૬૫ ડે ન્યૂઝ ના કહેવા બાદ ઈબ્રાહિમભાઈ બાંડી દ્વારા ખડાયતા ભુવન રસ્તા પર ગટર નું કામ કરવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here