Home Surat ઉમરપાડા ના ઉમરદા ગામે મનરેગા યોજનામાં લાખોનો ભ્રષ્ટાચાર આચરનાર વિરુદ્ધ પગલાં...

ઉમરપાડા ના ઉમરદા ગામે મનરેગા યોજનામાં લાખોનો ભ્રષ્ટાચાર આચરનાર વિરુદ્ધ પગલાં ભરવાની માંગ ઉઠી..

28
0

રોજગારી ના કામો કરાયા વિના ખાતા માં આવેલા પૈસા વચેટિયા એ ઉપાડી લીધા..
ગ્રામજનોએ મોટી સંખ્યામાં ટી.ડી.ઓ કચેરીએ આવી લેખિત ફરિયાદ કરી…
માંગરોલ, દેગડીયા :ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામે મનરેગા રોજગાર યોજના હેઠળ ગામમાં રોજગારીના કામો કર્યા વિના જ વચેટિયા એ યેન કેન પ્રકારે બેંક ખાતા માંથી રૂપિયા ઉપાડી લઇ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરીયો હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ મોટી સંખ્યામાં તાલુકા મથક ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી પગલાં ભરવા માંગ કરી છે

ઉમરદા ગામના યુવાનો મહિલાઓ મનરેગા યોજના હેઠળ રોજગારીથી વંચિત રહેતા આક્રોશ સાથે તાલુકા મથક કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ટી ડી ઓ ને લેખિત ફરિયાદ કરી જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષથી અમારા ગામમાં મનરેગા યોજના હેઠળ ગ્રામજનોને કોઈ લાભ મળતો નથી વર્ષ ૨૦૨૧ સુધીમાં ગામમાં મનરેગા નું કોઈ કામ કરવામાં આવ્યું નથી છતાં ગ્રામ પંચાયતના જી. આર. એસ. સંદીપભાઈ સીડીયાભાઇ પાડવી એ કાવતરું રચી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી ની ગેરહાજરી માં ગ્રામજનો ના ખાતા માંથી પૈસા ઉપાડી લીધા છે ગ્રામ પંચાયતના જવાબદારો દ્વારા ગ્રામસભા બોલવામાં આવતી નથી મનરેગા યોજનામાં મળતા લાભથી ગ્રામજનો વંચિત રાખવામાં આવ્યા છે ગ્રામજનોની દશ પંદર દિવસની હાજરી બતાવી 100 દિવસની રોજગારી ના પૈસા આઇ.ડી.બી.આઈ ના બેંક ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્યા છે જવાબદાર જી આર.એસ સંદીપભાઈ સીડયાભાઇ પાડવી સહિત તમામ જવાબદારો વિરુદ્ધ નિયત સમયમાં યોગ્ય કાર્યવાહી કરી ગામજનોને ન્યાય નહીં આપવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleમાંગરોળના વેલાછા ગામે યોજાયેલ ભાજપની કારોબારી સભામાં મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે પદાધિકારીઓ અને વિવિધ મોરચાના પ્રમુખોનું સન્માન કરાયું…
Next articleઆલુંજ ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here