Home Surat ઉમરપાડા ના ઉમરગોટ ગામે ડ્રાઈવરને ઊંઘ નું ઝોકુ આવી જતા સુમુલ ડેરી...

ઉમરપાડા ના ઉમરગોટ ગામે ડ્રાઈવરને ઊંઘ નું ઝોકુ આવી જતા સુમુલ ડેરી નુ દૂધ કરેલું ટેન્કર પલ્ટી મારી ગયું.

46
0

ટેન્કરના ક્લીનર નુ ઘટના સ્થળે મોત નીપજ્યું
માંગરોલ દેગડીયા :. ઉમરપાડા તાલુકાના ચવડા માલધા ફાટા મુખ્ય માર્ગ પર ઉમરગોટ ગામે સુમુલ ડેરીનું દૂધ વહન કરતા ટેન્કરના ચાલક ને રાત્રી દરમિયાન ઊંઘ નું ઝોકુ આવી જતા ટેન્કર પલ્ટી મારી ગયું હતું આ અકસ્માતમાં ઘટના સ્થળે ક્લીનર નું કરૂણ મોત નિપજયું હતું.
સિદ્ધિ લોજિસ્ટિક એજન્સી ના માલિક મુકેશભાઈ પ્રેમચંદભાઈ લાલવાણી અને પાર્ટનર ધર્મેશભાઈ ભાણાભાઈ પટેલ ની સંયુક્ત એજન્સીના ૪૨ જેટલા ટેન્કરો દ્વારા સુમુલ ડેરી માં ગામડા ઓ માંથી દૂધ લાવવાનું કામ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થઇ રહ્યું છે ઉપરોક્ત એજન્સીનું ટેન્કર નંબર G.J.5.B.X.9573 ચાલક કૃષ્ણદેવ રામકરણ શુક્લા, અને કિલીનર સંદીપ જીવનલાલ આદિવાસી બંને નાંદોલા વડપાડા, ઘાણાવડ, ચવડા,સહિત વિવિધ ગામોમાં દૂધ ડેરીઓ પર થી ટેન્કરમાં દૂધ ભરી રાત્રીના સાડા ત્રણ વાગ્યે ઉમરગોટ ગામે આવ્યા હતા ત્યારે ડ્રાઇવર કૃષ્ણદેવ રામ કરણ શુક્લા ને અચાનક ઊંઘનું ઝોકું આવી જતાં તેણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટેન્કર ઝાડ સાથે ભટકાઇ પલ્ટી મારી ગયું હતું અકસ્માતમાં ક્લીનર સંદીપ જીવનલાલ નુ માથાના ભાગે ઇજા થવાથી કરૂણ મોત નિપજયું હતું ઉપરોક્ત અકસ્માતની ઘટનાના સંદર્ભમાં સિદ્ધિ લોજિસ્ટિક એજન્સી ના મેનેજર અનિલ સિંગ ક્રિષ્ણા બહાદુરસિંગ દ્વારા ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleઉમરપાડા ના મોટી દેવરુપણ ગામે કોન્ટ્રાક્ટરે પૈસા બચાવવા રસ્તો બે અલગ અલગ ટુકડામાં બનાવ્યો
Next articleડાંગ જિલ્લાનાં આરોગ્યમાં કામ કરતી આશા વર્કરોએ આવેદન પત્ર આપી બાકી પગાર ચુકવવા પગારમાં વધારો કરવાં અને પોત્સાહીત રકમમાં વધારો કરવાં માંગ કરાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here