Home Surat ઉમરપાડા ના મોટી દેવરુપણ ગામે કોન્ટ્રાક્ટરે પૈસા બચાવવા રસ્તો બે અલગ અલગ...

ઉમરપાડા ના મોટી દેવરુપણ ગામે કોન્ટ્રાક્ટરે પૈસા બચાવવા રસ્તો બે અલગ અલગ ટુકડામાં બનાવ્યો

47
0

વચ્ચેનો છોડી દીધેલો સ્મશાન તરફ જવાનો રસ્તો ગ્રામજનોએ સ્વખર્ચે શ્રમદાન કરી બનાવ્યો…
માંગરોલ, દેગડીયા :.સુરત જિલ્લા ના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકા ના ગામ મોટી દેવ રૂપણ ગામની કોન્ટ્રાક્ટરે પૈસા બચાવવા રસ્તો અલગ અલગ ટુકડામાં બનાવી વચ્ચેના થોડા રસ્તાનું કામ છોડી દેતા બાકી રહેલા રસ્તા નું કામ ગ્રામજનોએ સ્વખર્ચે સામૂહિક શ્રમદાન કરી રસ્તાનું કામ પૂર્ણ કર્યું છે.
ગામ માંથી પસાર થતો ઉપરોક્ત મંજુર થયેલ રસ્તો સીધો સ્મશાન બાજુ જતો હતો. કોન્ટ્રાકટર દ્વારા રસ્તા ને પહેલા સાફ કરવામાં આવ્યો હતો પરંતુ આ રસ્તો હજુ સુધી એક વાર પણ બનેલો ના હોવાથી એમાં મટીરીયલ વધુ જશે એવું લાગતા કોન્ટ્રાકટર વચ્ચેનો રસ્તો બનાવવાનુ છોડી દીધું અને ગામ માંથી પસાર થતો સારો રસ્તો ખોદી નાખ્યો હતો આ રસ્તો મોટી દેવ રૂપણ થી ખાનોરા ગામ માંથી પસાર થાય છે જે 2.590 કિલો મીટર પૂરું ન થતાં ગામ માંથી સ્મશાન તરફ જતો રસ્તા પર મટીરીયલ નાખી દીધું છે. જેની સમય મર્યાદા 1/10/2020થી 31/03/2021 ની હતી સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં 2.590 કિલોમીટર પૂરું ન થતાં બીજો વધુ રસ્તો એજ રસ્તા પર થોડો ટુકડો બનાવવા મટીરિયલ નાખી દીધું છે .
રસ્તો ખોદી નાખ્યા બાદ ચોમાસુ હાલમાં આવી ગયું છતાં રસ્તો બન્યો નથી. ચોમાસા માં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો કાદવ કીચડમાં થી પસાર થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આ મુશ્કેલીને ધ્યાનમાં લઇ ગામ ના લોકોએ ઘર દીઠ ફાળો ઉઘરાવી રસ્તા નું કામ જાતે કરી નાખ્યું છે. તંત્ર ને ગામ વતી અપીલ કરવામાં આવે છે કે આની યોગ્ય તપાસ થાય અને જેમ રસ્તો મંજૂર થયો હતો તેમજ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleચમારડી નજીક આવેલ ત્રંબોડા ગામે આલખધામ મંદિર ખાતે અષાઢી બીજ ની ઉજવણી કરવામાં આવી.
Next articleઉમરપાડા ના ઉમરગોટ ગામે ડ્રાઈવરને ઊંઘ નું ઝોકુ આવી જતા સુમુલ ડેરી નુ દૂધ કરેલું ટેન્કર પલ્ટી મારી ગયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here