Home Kheda (Anand) વડોદરામાં શ્રધ્ધાભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા નીકળી

વડોદરામાં શ્રધ્ધાભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા નીકળી

14
0

વડોદરામાં શ્રધ્ધાભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા 60 ભકતોની ઉપસ્થિતિમાં નીકળી હતી.


વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ મેયર કેયુર રોકડિયા અને નર્મદા રાજ્ય મંત્રી યોગેશ પટેલે 60 ભકતોની હાજરીમાં કરાવ્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રા એ લોકોત્સવ છે, જન- જનનો ઉત્સવ છે અને એ અર્થમાં આ યાત્રા સમાજના તમામ વર્ગોનો ઉત્સવ છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા નીકળે છે. રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી, શાંતિ, સલામતી અને રાજયના ઉત્તરોત્તર વિકાસમાં ભગવાન જગન્નાથના કૃપા આશિષ સદાય વરસતા રહે, ગુજરાત કોરોનામુક્ત થાય, ગુજરાત સમૃદ્ધ બને અને રાજ્યમાં આગામી ચોમાસું સારું રહે તથા આ વર્ષ યશકલગીનું વર્ષ બને તેવી કામના કરી હતી. આ યાત્રા 11 વાગ્યે બગીખાના પાસે પુર્ણ થઇ હતી.
મનીષ જોષી “મૌન” દ્વારા વડોદરા


Previous articleઅંકલેશ્વર ના શાંતિ નગર પાસે અજાણ્યા વાહન ની અડફેટે બાઈક ચાલક યુવક નું મોત
Next articleદક્ષિણ ગુજરાત ચૌધરી સમાજ દ્વારા બારડોલીનાં બાલદા સ્મશાનગૃહમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here