Home South-Gujarat નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલને હસ્તે થનાર ઉદઘાટન

નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલને હસ્તે થનાર ઉદઘાટન

12
0

કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ
તા.૧૨ મી જુલાઈ-૨૦૨૧ ને સોમવારના રોજ અંદાજે ૪૦૦ કરોડથી વધુ ખર્ચથી તૈયાર થયેલ “નર્મદા મૈયા બ્રીજ”નું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થનાર છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ માં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સભા, સ્ટેજ, મંડપ, ડાયસ પ્લાન વિગેરે વ્યવસ્થા બાબતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ કાર્યક્રમનું સુંદર આયોજન થાય તે જોવા સૂચન કર્યું હતું. નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રી એન.આર.પ્રજાપતિ, માર્ગ-મકાનના અધિકારીશ્રી અનિલ વસાવા, ટ્રેની પોલીસ અધિકારી વિગેરે ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleઅનડિટેક્ટ ડેડ બોડીનો ગણતરીના કલાકોમાં ઓળખ કરી મર્ડર કરનાર કુલ-૦૪ આરોપીઓ પૈકી ત્રણ બાંગ્લાદેશીઓને ખુન કરવા વપરાયેલ રીક્ષા સાથે ઝડપી પાડી ગુનો શોધી કાઢતી ભરૂચ ક્રાઈમ બ્રાંચ
Next articleઅંકલેશ્વર નેશનલ હાઇવે પર ગેરકાયદેસર બાયો ડીઝલ ના વેચાણ પર સીઆઇડી ક્રાઇમ ના દરોડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here