GUJARAT

રાજકોટ ના મોરબી કોયલી ગામ ના વતની અપહરણ ની ઘટના.

રાજકોટ શહેરના મવડી વિસ્તાર ની પ્રજાપતિ સોસાયટી માં રહેતા મોરબી ના કોયલી ગામ ના વતની કરણ પુનાભાઈ મોગરા (ઉ.વ.24)નું અપહરણ થયાની ત્રણ દિવસ પહેલાની ઘટનામાં યુવક મુંબઈ પહોંચી ગયાની ભાળ મળતા ક્રાઈમબ્રાન્ચ (Crime Branch Team)ની ટીમ યુવકનો કબજો લેવા મુંબઈ દોડી ગઈ છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા કરણના ફોનમાંથી તેના પિતરાઈ ભાઈ એભલ પાલાભાઈએ ફોન આવ્યો હતો. એક કરણને છરી મારીને કારમાં અપહરણ કરી ગયા છે અને તેના બાઈક, મોબાઈલ ન્યારી ડેમ પાસે પડ્યા છે. જે તે સમયે જ પોલીસને શંકાસ્પદ દેખાતા બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ બાદ એભલની ફરિયાદના આધારે અજાણ્યા શખસો સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો.

અપહરણની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. કરણના પરિચિતો, મિત્રોની પુછતાછ કરાઈ હતી. કેટલાંક નંબર ટ્રેસમાં મુકાયા હતા. દરમિયાનમાં કરણ મુંબઈ પહોંચી ગયાનું ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ કરણને મુંબઈ લેવા પહોંચી છે.

તાલુકાના પીએસઆઈ એન.ડી.ડામોરના જણાવ્યા મુજબ કરણને ચારેક લાખનું દેવું થઈ જતા ધરેથી નીકળી ગયો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. અપહરણની સ્ટોરી ઘડે તો કદાચિત લેણદારો નાણા ન માંગે અથવા તો પરિવારજનો દેવું પોતે ભરી દેશે એવું કહે તો પોતે દેવામાંથી નીકળી જાય એવા વિચારે પણ કદાચિત આવું કર્યું હોઈ શકે.

આમ છતાં રાજકોટ આવ્યા બાદ સત્ય શું છે તે ખ્યાલ આવશે. અહીંથી અમદાવાદ ગયો હતો ત્યાં એક ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો એ ગેસ્ટ હાઇસમાં તપાસ અર્થે તાલુકા પોલીસ જશે.

Leave a Reply

Your email address will not be published.