Home Kheda (Anand) જિલ્લામાં ૨૪ ખાનગી હોસ્‍પિટલોમાં ૫૨૧ બેડની સુવિધામાં વધારો કરાતા હવે ૧૪૨૩...

જિલ્લામાં ૨૪ ખાનગી હોસ્‍પિટલોમાં ૫૨૧ બેડની સુવિધામાં વધારો કરાતા હવે ૧૪૨૩ બેડની સવલત ઉપલબ્ધ થઇ

29
0

જિલ્લામાં ૨૪ ખાનગી હોસ્‍પિટલોમાં ૫૨૧ બેડની સુવિધામાં વધારો કરાતા હવે ૧૪૨૩ બેડની સવલત ઉપલબ્ધ થઇ
કોરોના સામેના જંગમાં જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા સધન રસીકરણ અને હોસ્‍પિટલોમાં બેડની સંખ્‍યામાં વધારો કરાયો જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલની જિલ્‍લાના નાગરિકોને કોરોના અંગેની ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ કરાઇ

નડિયાદ-જિલ્લામા વધી રહેલ કોરોના સંક્રમણને અટકાવવા સઘન પગલાં લેવાઈ રહયા છે. વહિવટી તંત્ર દ્રારા લોકજાગૃતિના સતત પ્રયાસો દ્વારા ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ કરાવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્રારા પણ કોરોનાના દર્દીને સમયસર સારવાર મળી રહે તે અર્થે જિલ્લામાં ૨૪ ખાનગી હોસ્પિટલને મંજુરી આપવામાં આવી છે. જેમાં તમામ સગવડ સાથે ૫૨૧ બેડ ઉપલબ્ધ કરવામાં આવ્‍યા છે. સીવીલ હોસ્પિટલ નડીયાદમાં ૧૭૪ અને ખેડા ખાતે ૨૧૩ બેડની વ્‍યવસ્‍થા કોવિડની સારવાર માટે કરવામાં આવી છે. આમ, સિવિલ હોસ્‍પિટલોમાં કુલ ૩૮૭ બેડ ફળવાયા છે. જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ૧૧૫ બેડ મંજુર કરાયા છે. જેમાં ઓક્સિજન બેડ ૧૦૨૩ની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ૬ તાલુકામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્‍યા છે. જેમાં ૪૦૦ બેડની વ્‍યવસ્‍થા શરૂ કરવામાં આવ્‍યા છે. જેમાં ૪૦૦ બેડની વ્‍યવસ્‍થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ, જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા જિલ્‍લાના ગ્રામ્ય કક્ષા સુધી કોરોના મહામારી સામે રક્ષણ આપવા માટે આરોગ્‍ય તંત્ર દ્વારા સધન કામગીરી કરવામાં આવી રહિ છે. આ ઉપરાંત સાથે સાથે લોકોમાં રસીકરણની જાગૃતિ ફેલાઇ અને જિલ્‍લામાં ૪૫ વર્ષથી મોટી ઉંમરની તમામ વ્‍યકિતઓ રસી લે તે માટેની પણ સધન ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે જેને વ્‍યાપક પ્રતિસાદ સાંપડિ રહ્યો છે તેમ જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલએ જણાવ્‍યું છે.
જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલએ જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યુ છે કે, હાલ સમગ્ર રાજયમાં કોરોનાની મહામારીએ વેગ પકડયો છે, ત્‍યારે જિલ્‍લાના તમામ નાગરિકોએ કોરોના અંગેની રાજય અને કેન્‍દ્ર સરકારની ગાઇડ લાઇનનું ફરજીયાતપણે પાલન કરવું જોઇએ જેથી જિલ્‍લામાં કોરોનાની મહામારી સામે તેઓ પોતે રક્ષણ મેળવી શકે.
તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે, નડિયાદ ખાતે મોટા ભાગની ખાનગી હોસ્‍પિટલો જેવી કે શ્ર્લોક હોસ્‍પિટલ, ર્ડા. બી.એલ.ભટ્ટની હોસ્‍પિટલ, કેયા હોસ્‍પિટલ, સંજય હોસ્‍પિટલ, ર્ડા.પારેખની હોસ્‍પિટલ, ર્ડા.વિક્રમભાઇની હોસ્‍પિટલ, મેથોડિસ્‍ટ હોસ્‍પિટલ, મહાગુજરાત હોસ્‍પિટલ જેવી મોટી હોસ્‍પિટલોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત માતર તાલુકાની સોખડા ખાતેની ચરોતર હોસ્‍પિટલને પણ માન્‍યતા આપવામાં આવી છે.


Previous articleરાજપીપળાનું પૌરાણિક હરસિધ્ધિ માતાજી મંદિર કોરોના મહામારીના કારણે તારીખ ૨૪ એપ્રિલ સુધી બંધ રહેશે
Next articleખેડા જિલ્‍લાના મોટા મંદિરો આગામી તા.૩૦મી એપ્રિલ સુધી દર્શનાર્થે બંધ રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here