Uncategorized

ગલવાન જેવી ઘટના ફરી ના કરવા ભારત-ચીન વચ્ચે સહમતિ, 72 કલાક સૌથી મહત્વનાં

ભારત અને ચીનની વચ્ચે સૈન્ય વાતચીત છતા લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર તણાવ જેમનો તેમ બનેલો છે. 30 જૂનનાં 12 કલાકની કોર કમાન્ડરોની વાતચીતથી કોઈ રસ્તો ના નીકળ્યો. આ વાતચીતનનો સમાચાર ગ્લોબલ ટાઇમ્સનો દાવો છે કે બંને દેશ તબક્કાવાર રીતે સૈનિકોને હટાવવા માટે તૈયાર છે. આ દરમિયાન ચીનની વિરુદ્ધ સરહદ પર મોરચો મજબૂત કર્યા બાદ હવે રક્ષામંત્રી રાજનાથ સિંહ ભારત-ચીન તણાવનાં ગ્રાઉન્ડ ઝીરો સુધી જશે.

12 કલાક વાતચીત થઈ

રાજનાથ સિંહ શુક્રવાર એટલે કે કાલે લેહ પહોંચશે અને પૂર્વ લદ્દાખમાં ચીન સાથેનાં તણાવની સ્થિતિની સમીક્ષા કરશે. રક્ષામંત્રી લદ્દાખમાં તૈનાત જવાનોને પણ મળશે અને ગલવાનનાં વીરો સાથે મળવા લેહની હૉસ્પિટલ પહોંચશે. 30 જૂનનાં ચીનનાં કોર કમાન્ડર મેજર લિઉ લિને ભારતનાં કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરેંદર સિંહ સાથે 12 કલાકની વાતચીત કરી, પરંતુ વાતચીત ત્યાંની ત્યાં અટકી રહી છે. જો કે સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સમાચાર છે કે બંને દેશ 15 જૂન જેવી લોહિયાળ ઘટના ફરી ના કરવા પર સહમત છે.

તબક્કાવાર રીતે સૈનિકો હટાવવા પર સહમતિ

ભારત અને ચીનમાં સહમતિ બની છે કે 72 કલાક સુધી બંને પક્ષ એક-બીજા પર નજર રાખશે કે જે વાતો પર એક મંતવ્ય બની ગયું છે તેને જમીન પર ઉતારવામાં આવે. બીજી તરફ ચીની સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો છે કે ભારત અને ચીન LAC પર તણાવ ઓછો કરવા માટે સહમત થઈ ગયો છે. બંને દેશોમાં તબક્કાવાર રીતે સૈનિકોને હટાવવા પર સહમતિ બની છે.

આ પહેલા પણ થઈ હતી સહમતિ

ચીની સમાચાર પત્રએ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કહ્યું છે કે, ભારત અને ચીન LAC પર સ્થિતિને શાંતિપૂર્ણ બનાવવા માટે પ્રભાવી ઉપાય કરશે. ગ્લોબલ ટાઇમ્સનાં આ દાવા પર અત્યાર સુધી કોઈ મ્હોર નથી લાગી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ચીન 22 જૂનની બેઠકમાં પણ તબક્કાવાર રીતથી સરહદથી હટવા માટે તૈયાર હતુ, પંરતુ 8 દિવસ બાદ પણ સ્થિતિમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી

Leave a Reply

Your email address will not be published.