Home India ભારતે એવી રણનીતિ તૈયાર કરી કે ડ્રેગન ચારેયબાજુથી બરાબરનું ઘેરાશે

ભારતે એવી રણનીતિ તૈયાર કરી કે ડ્રેગન ચારેયબાજુથી બરાબરનું ઘેરાશે

14
0

પ્રશાંત ક્ષેત્રની સાથો સાથ હિન્દ મહાસાગરમાં પરેશાનીનું કારણ બની ચૂકેલા ચીનને રોકવા માટે ચાર મોટી શક્તિઓ પહેલી વખત માલાબરમાં સાથે આવવા તૈયાર છે. આ વર્ષના માલાબાર નૌસૈનિક યુદ્ધાભ્યાસ માટે ઓસ્ટ્રેલિયાને ટૂંક સમયમાં જ ભારતનું નિમંત્રણ મળી શકે છે. તેની સાથે જ પહેલી વખત અનૌપચારિક રીતે બનેલા ક્વાડ ગ્રૂપ (Quad group)ને સૈન્ય મંચ પર જોવાશે. તેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની સાથે જાપાન અને અમેરિકા સામેલ છે. અત્યાર સુધી ભારતે ઓસ્ટ્રેલિયાને આનાથી અલગ રાખ્યું હતું પરંતુ લદ્દાખમાં સરહદ પર ચીનની હરકતને જોતા આખરે પોતાના શક્તિ પ્રદર્શન માટે તૈયાર છે.
અત્યાર સુધી સીમિત હતું Quad
બ્લૂબમર્ગના એક રિપોર્ટના મતે આવતા સપ્તાહ સુધીમાં ઓસ્ટ્રેલિયાને ઔપચારિક રીતે નિમંત્રણ મળવાના પ્રસ્તાવ પર મ્હોર લાગી શકે છે. માલાબાર પહેલાં એક સીમિત નૌસૈનિક યુદ્ધાભ્યાસ રહેતો હતો પરંતુ હવે ઇન્ડો-પેસિફિક રણનીતિનો અગત્યનો હિસ્સો છે. તેના અંતર્ગત હિન્દ મહાસાગરમાં ચીનના વધતા પગલાંને રોકવા એક મોટું લક્ષ્ય છે. જાપાના આની સાથે 2015મા જોડાયું હતું.
ચીનને જશે આકરો સંદેશ
ભારતે 2017મા ઓસ્ટ્રેલિયાને તેમાં સામેલ કરતા એ વિચારીને રોકી દીધું હતું કે બેઇજીંગ તેને Quadના સૈન્ય વિસ્તાર તરીકે જોઇ શકે છે પરંતુ સરહદ પર વધતા તણાવ અને ચીનના આક્રમક વલણને જોતા આખરે ભારતે પોતાનુ વલણ આકરું કરી દીધું છે. રિપોર્ટમાં વોશિંગ્ટન આધારિત RAND કોર્પોરેશનના ડેરેક ગ્રોસમેનના હવાલે કહ્યું કે તેનાથી ચીનને એક અગત્યનો સંદેશ જશે કે Quad વાસ્તવમાં સંયુકત નૌસૈનિક અભ્યાસ કરી રહ્યું છે. ભલે તેને Quad ઇવેન્ટર તરીકે તકનીકી રીતે આયોજીત ના કરવામાં આવી રહી હોય.
ભારત માટે જરૂરી ક્ષેત્રીય-વૈશ્વિક તાકાતોની સાથે
લદ્દાખમાં હિંસા પહેલાં ભારતે પોતાના સૌથી મોટા ટ્રેડ-પાર્ટનર ચીનની સાથે પોતાના સંબંધ સંતુલિત રાખવાની કોશિષ કરી અને બીજીબાજુ અમેરિકા જેવા દેશોની સાથે પણ સંબંધ મજબૂત કર્યા. રિપોર્ટમાં પાકિસ્તાનમાં હાઇકમિશન રહી ચૂકેલા જી પાર્થસાર્થીએ કહ્યું કે ચીન પર અમારા દ્વિપક્ષીય આર્થિક પ્રતિબંધ જરૂરી છે પરંતુ અમારે યાદ રાખવું પડશે કે ચીન પર અસર ત્યારે પડી શકે છે જ્યારે આપણે ક્ષેત્રીય અને વૈશ્વિક તાકાતોના સહયોગથી કામ કરીએ.
Quadને મજબૂત કરવાનુ અગત્યનું
પૂર્વ વિદેશ સચિવ અને સેન્ટર ફોર પોલિસી રિસર્ચના સીનિયર ફેલો શ્યામ સરનના મતે Quadને મજબૂત ના કરવાથી ચીનને જ ફાયદો થશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ચીનને અલગ-અલગ પક્ષોથી આવેલા નિર્દેશનું પાલન કરવા માટે રાજી કરાય છે ઇન્ડો-પેસિફિક રણનીતિને ચીનની તાકાતના જવબામાં ઉપયોગ કરવો પડશે અને Quad તેના કેન્દ્રમાં હશે. તેનું કહેવું છે કે ભારતને આ અંગે સ્પષ્ટ સમજવું પડશે કે તેનું હિત કયાં છે.


Previous articleપોલીસવાળાને સસ્તા પ્લોટ – વકીલનું દિમાગ, દારૂનાં વેપારીની મદદ, દુબેએ કર્યા હતા અનેક ખુલાસા
Next articleકોરોના: ચીન અને WHOની હોંગકોંગની વૈજ્ઞાનિકે ખોલી મોટી પોલ, જીવ બચાવીને ભાગવું પડ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here