Home India એપ્સ પ્રતિબંધ બાદ ભારતે હવે ચીનની સૌથી વધુ દુ:ખતી નસ દબાવી, તમતમી...

એપ્સ પ્રતિબંધ બાદ ભારતે હવે ચીનની સૌથી વધુ દુ:ખતી નસ દબાવી, તમતમી જશે ડ્રેગન

17
0

ચીનને પાઠ ભણાવવા માટે ભારત તેને વ્યૂહાત્મક અને આર્થિક બંને મોરચા પર ઘેરી ચુક્યું છે. અત્યાર સુધી લદ્દાખમાં દાદાગીરી બતાવી રહેલા ચીનની 59 એપ્સ પર ભારતમાં પ્રતિબંધ લાગ્યા બાદ ડ્રેગન હચમચી ગયું છે. નવી દિલ્હીએ ચીનને ઘેરવા માટે હવે હોંગકોંગને હથિયાર બવાવ્યું છે અને અત્યાર સુધી હોંગકોંગમાં ચીનનાં નવા સુરક્ષા કાયદા પર મૌન રહેનાર ભારતે ઇશારામાં આ કાયદા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને બેધડક સંભળાવી દીધું છે.
હોંગકોંગ મુદ્દે ભારત પહેલીવાર બોલ્યું
બુધવારનાં જિનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ (UNHRC)માં ભારતે કહ્યું કે, “હોંગકોંગને સ્પેશલ એડમિનિસ્ટ્રેટિવ રીઝન બનાવવું ચીનનો ઘરેલું મુદ્દો છે, પરંતુ ભારત અત્યારની ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે.” જિનેવામાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રાજીવ ચંદરે કહ્યું કે, “અમે અત્યારની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરનારા અનેક નિવેદનો સાંભળી ચુક્યા છીએ. અમને આશા છે કે સંબંધિત પક્ષ આ વાતનું ધ્યાન રાખશે અને આનું ઉચિત, ગંભીર અને નિષ્પક્ષ સમાધાન કરશે.” જો કે ભારતે પોતાના નિવેદનમાં ચીનનું નામ નથી લીધું.
ગલવાન હિંસા અને તણાવ બાદ ભારતે દબાવી ચીનની દુ:ખતી નસ
ભારતે આ નિવેદન દુનિયામાં માનવ અધિકારની સ્થિતિ પર થઈ રહેલી ચર્ચા દરમિયાન આપ્યું છે. ભારત પહેલીવાર હોંગકોંગ મુદ્દે બોલ્યું છે. એલએસી પર ચીનનાં આક્રમક વલણ અને ગત મહિને ગલવાન ખીણમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે થયેલી હિંસક મારામારી બાદ ભારતનું આ નિવેદન સામે આવ્યું છે. બંને દેશો વચ્ચે છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયથી લદ્દાખમાં તણાવ ચાલી રહ્યો છે.
માઇક પોમ્પિયોનાં નિવેદનનાં દિવસે જ ભારત હોંગકોંગ પર બોલ્યું
ભારતનું આ નિવેદન અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોનાં નિવેદનવાળા દિવસે જ આવ્યું છે, જેમાં તેમણે ભારતમાં ચીની એપ્સનાં પ્રતિબંધનું સમર્થન કર્યું હતુ. પોમ્પિયોએ કહ્યું હતુ કે, ભારતનું ક્લીન એપ વલણ તેની સંપ્રભુતા, અખંડતા અને રાષ્ટ્રિય સુરક્ષાને મજબૂતી આપશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, અમેરિકા ઇચ્છે છે કે ભારત હોંગકોંગ મુદ્દે ચીનને લઇને બોલે. હોંગકોંગમાં ચીનનાં નવા કાયદમાં ત્યાંનાં લોકોનાં માનવ અધિકારનાં ઉલ્લંઘનની વાત કહેવામાં આવી રહી છે.
Quad દેશોમાં ફક્ત ભારત જ હોંગકોંગ પર સાર્વજનિક રીતે નથી બોલ્યું
UNHRCમાં 27 દેશોએ ચીનને હોંગકોંગમાં લાગુ કરવામાં આવેલા કાયદા પર ફરી વિચાર કરવાનું કહ્યું છે. Quad (ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા) રાષ્ટ્રોમાં ફક્ત ભારત એક એવો દેશ છે જેણે હોંગકોંગ મુદ્દા પર અત્યાર સુધી કંઇ નથી કહ્યું. ઑસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન અને કેનેડાએ ચીનનાં નવા કાયદાની ટીકા કરી છે. જાપાને પણ ફ્રી અને ખુલ્લા હોંગકોંગનું સમર્થન કર્યું છે. ભારત એકમાત્ર એવો Quad દેશ છે જેણે આ મુદ્દા પર કોઈ સાર્વજનિક નિવેદન નથી આપ્યું.


Previous articleઅમદાવાદનું ગીતા મંદિર ST બસ સ્ટેન્ડ ફરી ધમધમતું થયું, પરંતુ સૌરાષ્ટ્ર જતા પેસેન્જરોએ ખાસ વાંચવું નહીં તો…
Next articleભારતને ખરા મિત્રોનો મળ્યો સાથ, US-જર્મનીએ એક ઝાટકે ચીન-પાકને લાવી દીધા ‘તમ્મર’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here