Home India ભારતે હવે હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજી ક્ષેત્રમાં ખુબ મોટી પ્રગતિ કરી છે…

ભારતે હવે હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજી ક્ષેત્રમાં ખુબ મોટી પ્રગતિ કરી છે…

56
0

ભારતે હવે હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજી ક્ષેત્રમાં ખુબ મોટી પ્રગતિ કરી છે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચોથો એવો દેશ છે કે જેણે ખુદે હાઈપરસોનિક ટેક્નોલોજી વિકસિત કરી છે અને એનું સફળતાપુર્વક પરિક્ષણ પણ કરી લીધું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈજશનએ ઓડિશાના બાલાસોરમાં હાઈપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટર વીઈકલ (HSTDV) ટેસ્ટને અંજામ આપ્યો છે. આ હવામાં અવાજની ગતિ કરતાં 6 ગણી ગતિની સ્પીડે જાય છે. એટલે દુશ્મન દેશને આ મિસાઈલની ગતિની ભણક પણ નહીં લાગે.સીધા શબ્દોમાં કહીએ તો ભારતમાં હવે વિદેશી સહાયતા વિના હાયપરસોનિક મિસાઇલો વિકસિત કરવાની ક્ષમતા છે. અહેવાલો અનુસાર ડીઆરડીઓ આગામી પાંચ વર્ષમાં સ્ક્રેમજેટ એન્જિનો સાથે હાયપરસોનિક મિસાઇલોનું નિર્માણ કરી શકે છે. તેની ગતિ પ્રતિ સેકંડમાં બે કિલોમીટરથી વધુ હશે. સૌથી મોટી વાત તે છે કે તે ઓછા ખર્ચે અવકાશમાં ઉપગ્રહો પણ લોન્ચ કરી શકે છે. એચએસટીડીવીના સફળ પરીક્ષણથી ભારતને આગલી જનરેશનની હાયપરસોનિક મિસાઇલ બ્રહ્મોસ-2 ડિઝાઇન કરવામાં મદદ મળશે. હાલમાં તે ડીઆરડીઓ અને રશિયન એજન્સી દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે.
આ સ્ક્રેમજેટ વિમાન પોતાની સાથે લોન્જ રેન્જ અને હાયપરસોનિક ક્રુઝ મિસાઇલો લઇ જઈ શકે છે. અવાજ કરતા 6 ગણી વધુ ઝડપીનો અર્થ એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં દુશ્મનનું છુપાયેલું સ્થાન એક કલાકમાં આ મિસાઈલ પોતાનું નિશાન બનાવી શકે છે. સામાન્ય મિસાઇલો બેલિસ્ટિક ગતિને અનુસરે છે. આનો અર્થ એ છે કે તેમનો રસ્તો પણ સરળતાથી શોધી શકાય છે. આ દુશ્મનને હુમલો કરવાની તૈયારી અને કાઉન્ટર કરવાની તક આપે છે જ્યારે હાઈપરસોનિક હથિયાર સિસ્ટમ કોઈ નિશ્ચિત માર્ગે ચાલતી નથી. આ કારણોસર દુશ્મન કદી અનુમાન ન લગાવી શકે કે મિસાઈલનો રસ્તો શું છે. ગતિ એટલી ઝડપથી છે કે ટાર્ગેટ પણ ખબર ન પડે. એટલે એવું કહી શકાય કે એર ડિફેન્સ સિસ્ટમ તો આ મિસાઈલ આગળ પાણી ભરશે.
હાયપરસોનિક મિસાઇલ એવી મિસાઇલ છે કે જે અવાજની ગતિ કરતા 5 ગણી ઝડપે પ્રવાસ કરે છે. એ બે પ્રકારની હોય છે. પ્રથમ હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ અને બીજું હાયપરસોનિક ગ્લાઇડ વાહન. આ મિસાઇલો મિનિટોમાં વિશ્વમાં ગમે ત્યાં તેમના ટાર્ગેટના ભૂક્કા બોલાવી શકે છે.
હાલમાં, યુ.એસ, ચીન અને રશિયા પાસે આવી મિસાઇલો છે. અમેરિકા જ્યાં પરંપરાગત પેલોડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે જ સમયે, ચીન અને રશિયા પરંપરાગત ઉપરાંત પરમાણુ વિતરણ પર પણ કામ કરી રહ્યા છે. વિશ્વના કોઈ પણ દેશમાં હાલમાં આ મિસાઈલની ડિફેન્સ સિસ્ટમ નથી. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોન તેનું સંશોધન કરી રહ્યું છે.


Previous articleડાકોર-કપડવંજ રોડ ઉપર ૪૩ હારનો વિદેશી દારૂ ભરેલી સીએનજી રીક્ષા ઝડપાઈ
Next articleલોકડાઉન પછી પહેલી વખત તિરુપતિ બાલાજી મંદિરમાં એક કરોડ રૂપિયાથી પણ વધારેનું દાન આવ્યું છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here