India

ભારતમાં હવે કોરોનાથી સંક્રમિતોની સંખ્યા કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ છે…

ભારતમાં હવે કોરોનાથી સંક્રમિતોની સંખ્યા કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ છે. કુલ રિકવરીની બાબતમાં ભારત વિશ્વના અન્ય દેશો કરતા આગળ નીકળીને પહેલાં નંબર પર છે. અત્યાર સુધીમાં 44 લાખ લોકો સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 86,961 નવા કોરોના કેસ નોંધાયા છે, 1130 લોકોના મોત થયા છે. 2 સપ્ટેમ્બરથી દેશમાં એક હજારથી વધુ લોકોનાં મોત થયા છે. પરંતુ સારા સમાચાર એ છે કે 24 કલાકમાં 93,356 દર્દીઓ સાજા પણ થઇ ગયા છે.

આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં હવે સંક્રમિતોની સંખ્યા હવે વધીને 54 લાખ 87 હજાર 580 થઈ ગઈ છે. તેમાંથી, 87,882 લોકોના મોત થઇ ચૂકયા છે. એક્ટિવ કેસની સંખ્યા 10 લાખ 3 હજાર છે અને 43 લાખ 96 હજાર સાજા થઇ ચૂકયા છે. સંક્રમણના સક્રિય કેસોની સંખ્યાની તુલનામાં સાજા થનારા લોકોની સંખ્યા અંદાજે ચાર ગણી વધુ છે.

ICMRના મતે 20 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ 6 કરોડ 43 લાખે ટેસ્ટ થઇ ચૂકયા છે, તેમાંથી ગઈકાલે 7 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

મૃત્યુદરમાં ઘટાડો

રાહતની વાત છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.60% થયો છે. આ સિવાય સારવાર હેઠળ રહેલા એક્ટિવ કેસ જેમનો દર પણ ઘટીને 19% પર આવી ગયો છે. તેની સાથે જ રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર 80% થઇ ગયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં બે લાખથી વધુ સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. ત્યારબાગ બીજા ક્રમે તમિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસના કિસ્સામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ મોતના મામલામાં ભારતનો નંબર છે.

Leave a Reply

Your email address will not be published.