Home India ભારતે ફરી એક વખત દુનિયાની સામે પાકિસ્તાનની પોલ ખોલી દીધી, બરાબરનું લીધું...

ભારતે ફરી એક વખત દુનિયાની સામે પાકિસ્તાનની પોલ ખોલી દીધી, બરાબરનું લીધું આડેહાથ

1
0

ભારતે સરહદ પાર આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનનો બરાબરનો ઉધડો લીધો છે. સાથો સાથ એ પણ ચેતવણી આપી છે કે અમારી સહનશીલતાને અમારી કમજોરી ના સમજો. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનને અલગ કરવાની માંગણી પણ કરી છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદ અધ્યક્ષો (5WCSP)ની 5 મી વર્લ્ડ કોન્ફરન્સમાં સંબોધન કરતાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને અલગ કરવું જોઈએ જેથી કરીને આતંકી ગતિવિધિઓમાં સામેલ થવાનું પરિણામ ભોગવવું પડે. બિરલા એ આ સંમેલનમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. સંમેલનનું આયોજન 19 અને 20 ઑગસ્ટ 2020ના રોજ અંતર સંસદીય સંઘ (IPU) અને ઓસ્ટ્રિયાની સંસદ દ્વારા સંયુકત રાષ્ટ્ર (UN)ના સહયોગથી કર્યું.
ગુરુવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આ પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વર્ચ્યુઅલ રૂપે હાજરી આપી હતી અને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનો બરાબરનો કલાસ લીધો હતો. ‘આતંકવાદ સામે મુકાબલો અને હિંસક અતિવાદ : પીડિતોના પરિપ્રેક્ષ્યો’ વિષય પર પરિષદમાં પાકિસ્તાનના નેશનલ એસેમ્બલી સ્પીકરની ટિપ્પણીનો જવાબ આપતા બિરલાએ એ પણ સ્પષ્ટતા કરી કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.
આ સંબંધમાં રજૂ કરેલા નિવેદન પ્રમાણે સંમેલનમાં ભારતે કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સંસદમાં આતંકી ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો હતો. સંયુકત રાષ્ટ્રની વિશ્લેષ્ણાત્મક સમર્થન પ્રતિબંધોની દેખરેખ રાખનાર ટીમે પાકિસ્તાનનો ઉલ્લેખ આતંકવાદના પ્રમુખ નિકાસકાર તરીકે કરી છે. જેના 6000થી વધુ નાગરિક આતંકવાદ સાથે જોડાયેલા છે.
કાશ્મીરના મુદ્દે પણ ભારતે પાકિસ્તાનને ખખડાવતા કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે. પાકિસ્તાને સરહદ પાર આતંકવાદનો અંત લાવવો જોઈએ અને આપણી સહનશીલતાને નબળાઇ તરીકે લેવી નહીં.
લોકસભાના અધ્યક્ષ બિરલાએ વધુમાં કહ્યું કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને અલગ કરવું જોઈએ. પાકિસ્તાની વડાપ્રધાને પોતાની જમીન પર આશરે 40,000 આતંકવાદીઓ હોવાનો સ્વીકાર કર્યો હતો. હતા. 1965, 1971, 1999 (કારગિલ), મુંબઇ અને સંસદ હુમલો, ઉરી, પુલવામા વગેરે પર હુમલો પાકિસ્તાનના રાજ્ય પ્રાયોજિત આતંકવાદને દર્શાવે છે. તેમણે હાફિઝ સઇદ, મસૂદ અઝહર, અને એબસાનુલ્લાહ અહસાનની વિરૂદ્ધ અત્યરા સુધી કોઇ કાર્યવાહી કરી નથી. તેના પરથી ખબર પડે છે કે પાકિસ્તાન આતંકીઓનો ખાત્મો કરવા માંગે છે કે નહીં. આ દ્રષ્ટિથી તેને અલગ કરવું જોઇએ જેથી કરીને એહસાસ થઇ શકે કે આતંકવાદને પોષવાની શું સજા છે.

Previous article126 વર્ષ બાદ ગણેશ ચતુર્થીએ બની રહ્યો છે વિશેષ યોગ, વિધ્નહર્તાની પૂજા કરતા રાખો આટલું ધ્યાન
Next articleકોરોનાની રસીના 50 લાખ ડોઝનો પહેલો ઓર્ડર ભારત સરકાર કોના માટે આપશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here