India

COVID-19 વેકસીનના ‘કન્ફર્મ ડોઝ’ બુકિંગના મામલામાં ભારત પહેલાં નંબરપર.

COVID-19 વેકસીનના ‘કન્ફર્મ ડોઝ’ બુકિંગના મામલામાં ભારત (India) દુનિયા (World) માં પહેલાં નંબર પર છે. અત્યાર સુધીમાં 1.6 અબજ એટલે કે 160 કરોડ રસીનો ઓર્ડર આપી ચૂકયું છે. એટલે કે 80 કરોડ લોકો માટે પૂરતા ડોઝનું બુકિંગ થઇ ચૂકયું છે. ડ્યૂક યુનિવર્સિટી (Duke University) દુનિયાભરના વેક્સીન (Vaccine)ના ઓર્ડર પર નજર રાખી રહ્યું છે. 30 નવેમ્બર સુધીમાં તેનો ડેટા દેખાડે છે કે ભારત બાદ સૌથી વધુ ડોઝ યુરોપિયન યુનિયન (EU) એ બુક કરાવી રાખ્યું છે જ્યારે અમેરિકા ત્રીજા નંબર પર છે. EUને 1.58 અબજ ડોઝ મળશે અને અમેરિકાને 100 કરોડથી વધુ. હા બસ શરત એ છે કે વેકસીન ટ્રાયલ્સમાં સફળ સાબિત થાય અને તેનો ઉપયોગની મંજૂરી મળે.

જાણો ભારતે કંઇ રસીના કેટલાં ડોઝ બુક કરાવ્યા

ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી (Oxford AstraZeneca vaccine) લગભગ બધાએ બુક કરાવી રાખી છે. સૌથી વધુ 1.5 અબજ ડોઝ આ રસીના બુક છે. ભારત સિવાય અમેરિકા એ પણ તેના 500 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ સિવાય નોવાવેક્સીની રસી (Novavax Covid Vaccine) 1.2 અબજ ડોઝ પણ બુક થઇ ચૂકયા છે. ભારતે ઓક્સફર્ડની રસીના 500 મિલિયન, નોવાવેક્સના 1 અબજ અને ગામાલેયા (Gamaleya)ના 100 મિલિયન ડોઝ બુક કરાવી દીધા છે.

કેનેડા અને યુકે એ સાત-સાત રસીનું કરી લીધું બુકિંગ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન એ નવેમ્બરમાં કહ્યું હતું કે ભારત જુલાઇ-ઑગસ્ટ 2021 સુધી 50 કરોડ ડોઝ પ્રાપ્ત કરવા માટે વેક્સીન નિર્માતાઓના સંપર્કમાં છે. ડ્યૂક યુનિવર્સિટીના ડેટા દેખાડે છે કે ભારતે અત્યાર સુધીમાં ત્રણ ગ્લોબલ વેક્સીન કેન્ડિડેટ્સની ડીલ કરી છે. અમેરિકા અને EU એ છ-છ વેક્સીન નિર્માતાઓથી સોદા કરી રાખ્યા છે. સૌથી વધુ કંપની સાથે ડીલ કેનેડા અને યુનાઇટેડ કિંગડમ (UK)એ કરી છે જેમણે સાત ડેવલપર્સ પાસેથી 350 મિલિયનથી પણ વધુ ડોઝનો સોદો કરી રાખ્યો છે. સૌથી વધુ કંપનીમાં સાથે ડીલ કેનેડા અને યુકે એ કરી છે જેમણે સાત ડેવલપર્સ પાસે 350 મિલિયનથી વધુ ડોઝનું બુકિંગ કરાવી રાખ્યું છે. યુનિવર્સિટીના એનાલિસિસમાં ચીન અને રૂસ સામેલ નથી. આ બંને દેશો એ પોતાના નાગરિકો માટે અલગથી વેક્સીન કેમ્પેઇન ચલાવી રાખ્યું છે.

ભારતને મળશે ‘કોવિશીલ્ડ’ના 500 મિલિયન ડોઝ

ભારતને એસ્ટ્રાઝેનેકાથી ઓક્સફર્ડ યુનિવર્સિટીના 500 મિલિયન ડોઝ મળશે. આ પસી દેશમાં ‘કોવિશીલ્ડ’ નામથી ઉપલબ્ધ થશે. એસ્ટ્રાઝેનેકા એ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (SII)ની સાથે 1 બિલિયન ડોઝની ડીલ કરી છે. SII દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા છે. પાછલા દિવસોમાં પીએમ નરેન્દ્ર મોદીએ SIIની વેક્સીન ફેસિલિટીની મુલાકાત લઇ વેક્સીન ડેવલપમેન્ટના અપડેટ લીધા હતા.

રૂસની વેક્સીનના 10 કરોડ ડોઝ બુક

રૂસની કોવિડ વેક્સીન Sputnik V વેક્સીનના 100 મિલિયન ડોઝ પણ ભારતે બુક કરાવી રાખ્યા છે. ભારતમાં તેના ટ્રાયલ્સ માટે હૈદરાબાદની ડૉ.રેડ્ડી લેબોરેટરીઝ સાથે કરાર કર્યો છે. આ વેકસીન ગામલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની બનાવી છે જેને ઑગસ્ટમાં જ રૂસમાં મંજૂરી મળી ગઇ હતી. ભારતમાં તેનો 2/3 તબક્કાનું ટ્રાયલ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.