પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવના દક્ષિણ કિનારાના મુખ્ય પર્વતો પર ભારતીય સૈન્યની મોરચાબંદી બાદ ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના કમ સે કમ 30 જવાનોએ કેટલાક નવા અને મહત્વપૂર્ણ મોરચાઓ પર ઝંડો લહેરાવી દીધો છે. આઇટીબીપી જવાનોએ ખૂબ જ મહત્વપૂર્ણ બ્લેક ટોપ એરિયા નજીક નવી જગ્યાઓ પર પોતાની મોરચાબંદી કરી લીધી છે. ભારત માટે આ મોટી સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પૂર્વી લદ્દાખમાં એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર તૈનાત ચીની સૈનિકોની દરેક હરકત ITBPના જવાનોની નજરમાં આવતી રહેશે.
બ્લેક ટોપ પર પણ ભારતની મોરચાબંધી
મીડિયા રિપોર્ટસના મતે આઇટીબીપી જવાન ફુરચુક લા પાસથી પસાર થતા બ્લેક ટોપ સુધી પહોંચ્યું. ફુરચુક લા પાસ 4994 મીટરની ઉંચાઇ પર આવેલ છે. અત્યાર સુધી આઇટીબીપીની તૈનાતી માત્ર પેંગોંગ તળાવના ઉત્તરી કાંઠે આવેલા ફિંગર 2 અને ફિંગર 3 વિસ્તારોની નજીક ધાન સિંહ પોસ્ટ પર જ રહેતી હતી.
સૈનિકોની વચ્ચે રહ્યા 6 દિવસ સુધી રહ્યા ITBPના DGP
આઇટીબીપી આઇજી (ઓપરેશન્સ) એમ.એસ. રાવતે કહ્યું કે, ‘ITBPના ડીજીપી એસ.એસ.દેસવાલે ગયા અઠવાડિયે જવાનોની સાથે છ દિવસ પસાર કર્યા હતા અને તેમને એલએસી પર જવાબદારીઓ પ્રત્યે સતર્ક રહેવાનું કહ્યું હતં. પહેલી વખત આપણે સારી એવી સંખ્યા પર પર્વતો પર હાજર છીએ. આઈજી રાવતે પણ ડીજીપી દેસવાલની સાથે સરહદ પર છ દિવસ પસાર કર્યા હતા. તેમની સાથે આઈજી (પર્સનલ) દલજીત ચૌધરી અને આઈજી (લેહ) દીપમ પણ હતા.
દેસવાલે 23 થી 28 ઓગસ્ટ દરમ્યાન સરહદની મુલાકાત લીધી હતી અને અનેક ફોર્સ પોસ્ટ્સની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે જવાનોના ‘વિપરીત પરિસ્થિતિઓમાં હિંમત દર્શાવવા બદલ’ વખાણ કર્યા હતા. સૈનિકોનું સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે બોર્ડર આઉટપોસ્ટની વચ્ચે હિલચાલ માટે તેમણે વધારાના વાહનો પૂરા પાડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હવે રસ્તાઓ બનાવવા પર ભાર મૂકવામાં આવશે જેથી હિલચાલ માટેના ખચ્ચરો પર નિર્ભરતા મર્યાદિત થઈ શકે.
આ મહત્વપૂર્ણ પોઝિશનો પર ભારતનો દબદબો
એકંદરે આર્મી, આઈટીબીપી અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (એસએફએફ)ની હવે હેલ્મેટ ટોપ્સ, બ્લેક ટોપ્સ અને યલો બમ્પ્સ પર મોરચાબંદી થઇ ગઇ છે અને તેમણે તમામ આ જગ્યાઓ પરથી સીધી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના દક્ષિણ કાંઠા પર આવેલ પોસ્ટ 4280 જ્યારે પશ્ચિમ કિનારા પર આવેલ ડિગિંગ એરિયા અને ચુતી ચામલા પર ચાલી રહેલી દરેક ગતિવિધિ સ્પષ્ટ દેખાય રહી છે. એક સૂત્ર એ કહ્યું કે પીએલએ (PLA)ની પોસ્ટ્સ ઉપર શિખરો પહેલાં ખાલી હતા અને કોઈનો કબ્જો નહોતો. હવે આપણા સૈનિકોએ ભારતીય સરહદની મજબૂત કિલ્લેબંદી કરી દીધી છે.
ITBP એ કમાલ કરી
આઇટીબીપીએ LAC પાસે અત્યાર સુધીમાં 39થી વધુ જગ્યાઓ પર સ્થાયી મોરચાબંધી કરી લીધી છે. આઇટીબીપીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મોટી સંખ્યામાં આઈટીબીપીના જવાનો ચૂશુલ અને તારા સરહદ ચોકી નજીક તૈનાત છે. ચંદીગઢથી વધારાની કંપનીઓને એરલિફ્ટ કરવામાં આવી છે. આઇટીબીપીએ 14 ઓગસ્ટે જાહેર કર્યું કે તેમણે ગેલેન્ટ્રી એવોર્ડ માટે પ્રસ્તાવિત કર્યા છે જેમણે મે-જૂનમાં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોનો મુકાબલો કર્યો હતો.