લદ્દાખમાં ચાલી રહેલા સૈન્ય તણાવની વચ્ચે ભારતીય વાયુસેના ચીનના તિબેટ અને શિનિજયાંગ પ્રાંતમાં આવેલા હવાઇ ઠેકાણા પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ ઠેકાણા પર ચીની વાયુસેનાના તણાવને જોતા ફાઇટર જેટ, બોમ્વર્ષક વિમાન, ડ્રોન અને અન્ય વિમાન તૈનાત કર્યા છે. બીજીબાજુ ચીનની કોઇપણ નાપાક હરકતનો જોરદાર જવાબ આપવા માટે ભારતીય વાયુસેના સંપૂર્ણપણે સજ્જ છે.
રક્ષા સૂત્રોએ કહ્યું કે ચીની એરફોર્સના શિનજિયાંગમાં આવેલા હોટાન અને કાશગર, તિબેટમાં ગરગુંસા, લ્હાસા-ગોંગ્ગર અને શિગત્સે એરબેઝ પર કોઇ પણ નવા કે મોટા હથિયારોની તૈનાતી નથી થઇ. આ એરબેઝમાં કેટલાંક નાગરિક હવાઇ અડ્ડા તરીકે કામ કરે છે. તેમ છતાંય ભારતીય સેના અને વાયુસેનાએ ચીનને અડીને આવેલ 3488 કિલોમીટર લાંબી સરહદ પર પોતાના લડાકુ વિમાન તૈનાત કરી દીધા છે.
જમીનથી હવામાં માર કરનાર મિસાઇલો તૈનાત
તેમણે કહ્યું કે કોઇપણ હવાઇ ખતરાને જવાબ આપવા માટે જમીનથી હવામાં માર કરનાર મિસાઇલો અને સૈન્ય સામાનને પણ સરહદ પર તૈનાત કરાયો છે. ભારતે લદ્દાખમાં પોતાના અગ્રીમ હવાઇ ઠેકાણા પર સુખોઇ-30એમકેઆઇ, મિગ-29 અને જગુઆર બોમ્બવર્ષક વિમાનોને તૈનાત કર્યા છે. સૂત્રોએ કહ્યું કે ચીની વાયુસેનાની પાસે ભારતની તુલનામાં ચાર ગણા વધુ (2100) ફાઇટર જેટ અને બોમ્બવર્ષક વિમાન છે પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે પરંપરાગત સૈન્ય ટકરાવ થવા પર ડ્રેગન કેટલાં વિમાનો આપણી વિરૂદ્ધ તૈનાત કતરશે.
હાલના સમયમાં હોટાન એરબેઝ પર 35 થી 40 જે-11, J-8 અને અન્ય ફાઇટર જેટને તૈનાત કરાયા છે. આ સિવાય કેટલાંક નજર રાખતા વિમાન અને હથિયારબંધ ડ્રોન વિમાન પણ તૈનાત કર્યા છે. તો કાશગરમાં ચીન એ 6 થી લઇ 8 H-6K બોમ્વર્ષાક વિમાનોને તૈનાત કર્યા છે. એક સૂત્રએ કહ્યું કે ચીનના જમીની સૈનિકોને નબળા કરવા માટે ભારતીય વાયુસેના ચીની વાયુસેનાની તુલનામાં વધુ ઝડપથી અને મોટી માત્રામાં ફાઇટર જેટ તૈનાત કરી શકે છે.
ભારતીય વાયુસેના પાસે વ્યૂહાત્મક બઢત
સૂત્રોએ કહ્યું કે ચીન અને પાકિસ્તાનના સંયુકત પડકારને ઉકેલવા માટે ભારતીય વાયુસેના ભલે ઓછા વિમાનોના પડકારથી ઝઝૂમી રહ્યું હોય પરંતુ તેને ચીની વાયુસેના પર ગુણવત્તાની દ્રષ્ટિથી બઢત પ્રાપ્ત છે. આ સિવાય ભારતીય વાયુસેનામાં ટૂંક સમયમાં જ 36 નવા રાફેલ લડાકુ વિમાન સામેલ થવા જઇ રહ્યા છે. બીજીબાજુ પીએલએના એરફોર્સને ઊંચાઇવાળા વિસ્તારોના લીધે ક્ષેત્રનું પણ નુકસાન ઉઠાવું પડી રહ્યું છે. તેનાથી તેના હથિયાર અને ઇંધણ લઇ જવાની ક્ષમતા પર ઘણી બધી અસર પડે છે.