Home NRI ભારતીય મૂળના અમેરિકન સંઘીય ન્યાયાધીશે 169 ભારતીયોની અપીલને નકારી દીધી, જેમાં અમેરિકાના...

ભારતીય મૂળના અમેરિકન સંઘીય ન્યાયાધીશે 169 ભારતીયોની અપીલને નકારી દીધી, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા,…

24
0

ભારતીય મૂળના અમેરિકન સંઘીય ન્યાયાધીશે 169 ભારતીયોની અપીલને નકારી દીધી, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વર્ષના અંત સુધીમાં H-1B વિઝાના આધાર પર આવનાર વિદેશીઓના દેશમાં પ્રવેશ કરવા પર લગાવામાં આવેલ અસ્થાયી પ્રતિબંધને પકડકાર્યો હતો.
એચ -1 બી વિઝા શું છે?
ઉલ્લેખનીય છે કે એચ -1 બી નોન-ઇમિગ્રેશન વિઝા છે જે યુએસ કંપનીઓને સૈદ્ધાંતિક અને તકનીકી કુશળતાની સ્થિતિમાં વિદેશી કામદારોને નિમણૂક કરવાની સુવિધા આપે છે. ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોના હજારો કામદારોની નિમણૂક પર નિર્ભર છે.
મામલો શું છે?
કોલંબિયા ડિસ્ટ્રિક્ટની ફેડરલ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ અમિત પી.મહેતાએ બુધવારે એક આદેશમાં કહ્યું હતું કે ભારતીય નાગરિક જે સરહદ બંધ થયા બાદ ભારતમાં ફસાઇ ગયા છે, તેમનો કેસ જીતવો અશકય છે જેમાં ટ્રમ્પ દ્વારા લગાવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધને પડકાર્યો છે. મહેતાએ કહ્યું કે 169 ભારતીય નાગરિકોએ પોતાના કેસમાં વિદેશ મંત્રી અને અમેરિકન વાણિજય દૂતાવાસને ડીએસ-160 વિઝા અરજીની પ્રક્રિયા કરવા અને અંતિમ નિર્ણય લેવાના નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો છે પરંતુ આ પ્રક્રિયા ત્યારે બેકાર સાબિત થશે જ્યારે ફરિયાદકર્તા એક જાન્યુઆરી 2021 સુધી દેશમાં પ્રવેશ કરવાથી અયોગ્ય છે.
મહેતાએ કહ્યું કે જ્યારે ફરિયાદકર્તા 1 જાન્યુઆરી 2021 સુધી દેશમાં પ્રવેશવા અયોગ્ય છે તો એવામાં જો કોઈ આદેશ આપીશું તો તેનો કોઈ મતલબ નહીં રહે.
નોંધનીય છે કે આ કેસ એ ભારતીયો દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો જેઓ તાજેતરમાં યુ.એસ.માં કાયદેસર રીતે બિન-ઇમિગ્રન્ટ દરજ્જાની સાથે કામચલાઉ કામદારો તરીકે રહેતા હતા અને યુ.એસ. ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જો કે તેઓ વિવિધ કારણોસર ભારત ગયા હતા અને હવે તેમને અમેરિકા આવવા માટે વિઝાની જરૂર છે.


Previous articleચીનના સત્તાવાર મીડિયાએ ખુલ્લેઆમ માત્ર ભારતને જ નહીં તાઇવાન અને અમેરિકાને પણ ધમકી આપી રહ્યું છે….
Next articleપ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-PMUYનો ઉદ્દેશ ગરીબ પરિવારોને વિના મૂલ્યે ગેસ સિલિન્ડર જોડાણો આપવાનો છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here