Home NRI ભારતીય-અમેરિકી ઉપન્યાસકાર વેદ મહેતા નું 86 વર્ષની ઉંમરે નિધન.

ભારતીય-અમેરિકી ઉપન્યાસકાર વેદ મહેતા નું 86 વર્ષની ઉંમરે નિધન.

64
0

ભારતીય-અમેરિકી ઉપન્યાસકાર વેદ મહેતા નું 86 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેઓને 20મી સદીના એક એવા લેખક તરીકે જાણવામાં આવે છે, જેઓએ અમેરિકીઓને ભારતની ઓળખાણ કરાવી હતી. તે એક પત્રકાર હતા અને ન્યૂયોર્કર મેગેઝિન માટે 33 વર્ષ સુધી સ્ટાફ રાઈટર તરીકે કામ કર્યું હતું. આ મેગેઝિનનું કહેવું છે કે મહેતાનું નિધન શનિવારે થયું છે. રવિવારે મેગેઝિન તરફથી કહેવામાં આવ્યું કે, ન્યુયોર્કર માટે 30 વર્ષથી વધારે સમય સુધી લેખક તરીકે કામ કરનાર મહેતાનું 86 વર્ષની ઉંમરે શનિવારની સવારે નિધન થઈ ગયું છે.
3 વર્ષની ઉંમરે જ ગુમાવી દીધી હતી આંખોની રોશની
વર્ષ 1934માં અવિભાજિત ભારતના લાહોરના એક પંજાબી પરિવારમાં જન્મેલા મહેતાની આંખોની રોશની ફક્ત 3 વર્ષની ઉંમરે મેનિંજાઈટિસ બીમારીને કારણે જતી રહી હતી. પણ તેઓની વિદ્વતાના રસ્તામાં તે ક્યારેય અડચણ ઉભી કરી શકી નહીં. તેઓએ વોકિંગ ઈન્ડિયન સ્ટ્રીટ, પોટ્રેટ ઓફ ઈન્ડિયા અને મહાત્મા ગાંધી એન્ડ હિઝ એપોસ્ટલ્સ જેવી મશહૂર કૃતિઓની રચના કરી હતી. મહેતાએ 24 પુસ્તકો લખ્યા હતા. વર્ષ 1960માં ભારત યાત્રા પર તેઓનો પહેલો લેખ ધ ન્યુ યોર્કર મેગેઝિનમાં છપાયો હતો. 1961માં આ પત્રિકાના સંપાદકે તેઓને લેખક તરીકે કામ પર રાખ્યા હતા.
ફક્ત 26 વર્ષની ઉંમરે મેગેઝિન સાથે જોડાયા હતા
વેદ મહેતા ફક્ત 15 વર્ષની ઉંમરમાં અમેરિકા આવ્યા હતા અને તેઓએ લિટિલ રોકમાં સ્થિત અર્કાંસસ સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડમાં એડમિશન લીધું હતું. પોમોના કોલેજ અને ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયથી અભ્યાસ કર્યા બાદ તેઓએ એક લેખક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. મેગેઝિન સાથે તેઓ 26 વર્ષની ઉંમરે જોડાઈ ગયા હતા.


Previous articleક્રિપ્ટોકરન્સીમાં જબરદસ્ત વધઘટ જોવા મળી રહી છે.
Next articleવલસાડ જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમે 28 લાખના ગાંજા સાથે એક આરોપીની ધરપકડ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here