Home India ભારતનાં આ ક્રિકેટરે એવું તો શું કર્યું કે પોલીસે ફટકાર્યો દંડ –...

ભારતનાં આ ક્રિકેટરે એવું તો શું કર્યું કે પોલીસે ફટકાર્યો દંડ – કાર પણ જબ્ત કરી

17
0

ભારતનાં પૂર્વ ક્રિકેટર રોબિન સિંહ પર લૉકડાઉન નિયમોનો કથિત ભંગ કરવાના મામલે 500 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની કારને જબ્ત કરવામાં આવી છે. તમિલનાડુનાં આ પૂર્વ ક્રિકેટર કાર લઇને શાકભાજી લેવા ગયા હતા અને તેમને પોલીસે પકડી લીધી. પોલીસનાં સૂત્રોએ જણાવ્યું કે તેમના પર 500 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

ચેન્નઈમાં 30 જૂન સુધી લૉકડાઉન
કોરોના વાયરસ મહામારીનાં કારણે ચેન્નઈ અને આસપાસનાં ત્રણ જિલ્લામાં સખ્ત લૉકડાઉન 30 જૂન સુધી વધારી દેવામાં આવ્યું છે. આ અંતર્ગત લોકો જરૂરી કામ માટે જ ઘરની આસપાસ બે કિમીની અંદર સુધી જઇ શકે છે અને વાહનનો ઉપયોગ ના કરી શકે. ઉલ્લેખનીય છે કે રૉબિન સિંહ ભારત માટે લિમિટેડ ફૉર્મેટનાં બેસ્ટ ઑલરાઉન્ડર્સમાંથી એક રહ્યા છે.
રોબિન સિંહ ભારત માટે 136 વન ડે રમ્યા છે
તેમની બેટિંગ અને ખાસ કરીને ફીલ્ડિંગ પણ કમાલની હતી. રૉબિન સિંહ ભારત માટે 136 વન ડે અને 1 ટેસ્ટ મેચ રમ્યા છે. રૉબિન સિંહનો જન્મ ત્રિનિદાદમાં થયો હતો. ફક્ત 19 વર્ષની ઉંમરે તેઓ ચેન્નઈ આવી ગયા હતા અને યૂનિવર્સિટી ઑફ મદ્રાસથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સની ડિગ્રી લીધી. આ દરમિયાન તેમણે ક્રિકેટ પણ રમી અને તેઓ તમિલનાડુ તરફથી 1985-86માં પહેલીવાર રણજી રમ્યા.
ઉલ્લેખનીય છે કે રૉબિન સિંહ ચેન્નઈમાં પોતાની પત્ની સુજાતા અને દીકરા ધનંજય સાથે રહે છે. રૉબિન સિંહની ચેન્નઈમાં ક્રિકેટ એકેડમી પણ છે. તેમણે ભારત માટે 136 વનડેમાં 2336 રન બનાવ્યા અને એક સદી તેમજ 9 અડધી સદી ફટકારી છે.

Previous articleકચ્છના દરિયામાં સર્ચ ઓપરેશન ચાલું, ચરસના વધુ 46 પેકેટ મળ્યા, FFC માર્કાવાળી પોલિથીન બેગનું રહસ્ય
Next articleરેલવે મુસાફરો માટે મોટા સમાચાર, આ તારીખ સુધીનું બુકિંગ રદ્દ, માત્ર સ્પેશ્યલ ટ્રેન જ દોડશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here