Home India ભારત ચીનમાં મોટું ઓપરેશન કરવાની તૈયારીમાં! PAKમાં સર્જીકલ સ્ટ્રાઈક કરનારી ટુકડી LACએ...

ભારત ચીનમાં મોટું ઓપરેશન કરવાની તૈયારીમાં! PAKમાં સર્જીકલ સ્ટ્રાઈક કરનારી ટુકડી LACએ ખડકાઈ…

80
0

ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે મહત્વનો નિર્ણય લીધો છે. ચીને લદ્દાખ સરહદે માર્શલ આર્ટ જાણકારા સૈનિકોને તૈનાત કરતા ભારતે પણ પાકિસ્તાનની સરહદમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઈક કરનારા જવાનોને મેદાને ઉતાર્યા છે. ભારતે દેશના જુદા જુદા સ્થળે તૈનાત પેરા સ્પેશિયલ ફોર્સની યૂનિટોને લદ્દાખમાં ખડકતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.
પેરા સ્પેશિયલ ફોર્સ કમાંડૉ અહીં લદ્દાખમાં અભ્યાસ આદરી દીધો છે. આ સ્પેશિયલ ફોર્સે 2017માં પાકિસ્તાન વિરૂદ્ધ કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો જરૂર પડી તો તેનો ઉપયોગ ચીન વિરૂદ્ધ પણ કરવામાં આવી શકે છે.
ભારત અને ચીન વચ્ચે મે મહિનાની શરૂઆતમાં તણાવ વધ્યો હતો. આ તણાવ 15મી જૂને લદ્દાખની ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ ખુબ વધી ગયો હતો. આ અથડામણમાં ભારતના 20 જવાનો શહિદ થયા હતાં, જોકે સામે ચીનના પણ 43 જવાનો મોતને ઘાટ ઉતર્યા હતાં. આ અથડામણમાં ચીને તિબ્બેટમાં માર્શલ આર્ટની ટ્રેનિંગ લઈ રહેલા લડવૈયાઓને આગળ કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતાં. આ ઉપરાંત ચીને સરહદે સામાન્ય કરતા 6 ગણા વધારે સૈનિકો તૈનાત કરી રાખ્યા છે.
ચીન સાથેની સંભવિત અથડામણ કે કાર્યવાહીને ધ્યાનમાં રાખતા ભારતે પણ તેના અત્યંત આધુનિક અને શક્તિશાળી પેરા સ્પેશિયલ ફોર્સને મેદાને ઉતારી છે. આ સ્પેશિયલ ફોર્સની ટુકડીઓને પૂર્વી લદ્દાખમાં તૈનાત કરવામાં આવી છે. તેમને તેમની ભૂમિકાની લઈને સમગ્ર રીતે માહિતી આપી દેવામાં આવી છે. આ ઘાતક ટુકડીને ચીન વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવી શકે છે. ભારતમાં 12થી વધારે સ્પેશિયલ ફોર્સ રેજિમેન્ટ છે અને અલગ અલગ વિસ્તારોમાં ટ્રેનિંગ લેતા હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત સ્પેશિયલ ફોર્સની ટુકડી લેહમાં અને તેની આસપાસની ઉંચાઈવાળા વિસ્તારમાં નિયમીત રીતે વોરગેમ્સનો અભ્યાસ કરતી રહે છે.
જોકે બંને દેશો વચ્ચે LAC પર તણાવ ઘટાડવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. ભારત અને ચીનના ટોચના સૈન્ય અધિકારીઓ વચ્ચે અનેક તબક્કાની બેઠકો યોજાઈ ચુકી છે. પરંતુ કોઈ નિવેડો નિકળતો નથી દેખાતો. ભારતે ચીનની ફિતરતને ધ્યાનમાં રાખી કોઈ ગાફલેતમાં ના રહેતા તેની પેરા સ્પેશિયલ ફોર્સને મેદાને ઉતારતા અનેક તર્ક વિતર્ક જાગ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here