Home India ભારતની સુંદરી સુષ્મિતા દેશ છોડી પાકિસ્તાનના ક્રિકેટરને દઈ ચૂકી’તી દિલ, પરંતુ અંત...

ભારતની સુંદરી સુષ્મિતા દેશ છોડી પાકિસ્તાનના ક્રિકેટરને દઈ ચૂકી’તી દિલ, પરંતુ અંત આવ્યો ખરાબ!

24
0

ક્રિકેટર અને બોલિવૂડની એક્ટ્રેસનું લવ અફેર અવાર નવાર ચર્ચામાં રહેતું હોય છે. ઘણી અભિનેત્રીઓ ક્રિકેટરને દિલ દઈ બેસતી હોય છે અને લગ્ન કરી લેતી હોય છે. પરંતુ અમુકનો પ્રેમ અધુરો રહી જતો હોય છે. આમ તો ક્રિકેટની દુનિયા સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જૂનો સંબંધ છે. પરંતુ દર વખતે તે સંબંધ સફળ થતો નથી. કોઈ રિલેશન ભારે ચર્ચામાં આવે પણ અંત સુધી જઈ ન શકે. સુષ્મિતા સેનનું પણ કંઈક એવું જ થયું

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અક્રમ અને બોલિવૂડની ખૂબસુરત એક્ટ્રેસ સુષ્મિતા સેન લવ અફેર બાબતે એક સમયે ભારે ચર્ચામાં રહ્યું હતું. સુષ્મિતા અને વસીમ અક્રમના લગ્નની વાતો પણ ઉડવા લાગી હતી. ઘણાને તો એવા પણ સમાચાર મળ્યા હતાં કે બન્નેના લગ્ન થઈ ગયા છે.
પરંતુ સુષ્મિતાએ પોસ્ટ લખીને ફેન્સને કહ્યું હતું કે, હું વસીમ અક્રમ સાથે મારા લગ્નની વાત ઘણા સમયથી વાંચી રહી છું. આ બકવાસ છે અને મીડિયા કેટલું ગેરજવાબદાર છે તે દેખાઈ આવે છે. હું અને વસીમ અક્રમ સારા મિત્રો છીએ અને વસીમના જીવનમાં પહેલાંથી જ એક સરસ મહિલા છે.
ઉલ્લેખનીય છે કે ત્યારે સુષ્મિતા અને વસીમ એકબીજા સાથે ઘણી જગ્યાએ જોવા મળતા હતા. ટીવી શોમાં બંન્ને એક સાથે જજ તરીકે પણ જોવા મળ્યા હતા. પરંતુ 2013માં વસીમ અને સુષ્મિતાએ પોતાની વચ્ચે લવ-અફેર ચાલે છે એ વાતને નકારી કાઢી હતી.


Previous articleચાલાક ચીનની વધુ એક પોલ ખુલી! આ ચીની સ્માર્ટફોનમાં હતો કપડાની આરપાર જોતો X-ray કેમેરા!
Next articleહવે ચેટીંગનો આનંદ બેવડાશે, WhatsApp ફેસબુક યૂઝર્સ માટે આવી રહ્યું છે શાનદાર ફીચર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here