ભારતમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધતો દેખાઇ રહ્યો છે. કુલ દર્દીઓનો આંકડો 31 લાખને પાર કરી ગયો છે. ભારત ત્રીજો દેશ છે જ્યાં 30 લાખથી વધુ દર્દીની પુષ્ટિ થઇ ચૂકી છે. આની પહેલાં અમેરિકા અને બ્રાઝીલમાં પણ 30 લાખથી વધુ કેસ સામે આવી ચૂકયા છે. ખાસ વાત એ છે કે ભારતમાં છેલ્લાં એક સપ્તાહમાં દુનિયાના 26 ટકા કેસ સામે આવ્યા છે.
વર્લ્ડોમીટર અનુસાર, સમગ્ર વિશ્વમાં કોરોના દર્દીઓનો આંકડો 2 કરોડ 38 લાખથી વધુ છે, જેમાં 8 લાખ 17 હજારથી વધુ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 1 કરોડ 63 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 66 લાખથી વધુ છે.
24 ઓગસ્ટના રોજ વિશ્વમાં 2 લાખ 13 હજાર નવા કેસ નોંધાયા હતા, જ્યારે એકલા ભારતમાં નવા દર્દીઓની સંખ્યા 59 હજારથી વધુ છે. આ જ રીતે 23 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં 2 લાખ 10 હજાર નવા કેસ નોંધાયા હતા, જ્યારે ભારતમાં નવા દર્દીઓની સંખ્યા 61 હજારથી વધુ હતી.
એ જ રીતે 22 ઓગસ્ટના રોજ આખી દુનિયામાં 2 લાખ 67 હજાર કેસ નોંધાયા હતા, જ્યારે એકલા ભારતમાં 70 હજાર નવા કેસ નોંધાયા હતા. 21 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં 2 લાખ 58 હજાર કેસ નોંધાયા હતા, જ્યારે એકલા ભારતમાં 69 હજાર નવા કેસ નોંધાયા છે. 20 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં 2.67 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે ભારતમાં 68 હજાર નવા કેસ નોંધાયા હતા.
એટલે કે, આખી દુનિયામાં આવતા ચાર કેસોમાંથી એક કેસ ભારતમાં આવે છે. ભારતમાં દર્દીઓની કુલ સંખ્યા હવે 31 લાખ 67 હજારથી પણ વધુ છે, જેમાં 58 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 24 લાખથી વધુ લોકો સાજા થયા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 7 લાખથી વધુ છે.