ભારત અને ઈરાનના સંબંધોમાં ખટાશ આવતા પાકિસ્તાનના મનમાં લાડું ફુટયા છે. પોતાના આકા ચીન સાથે ષડયંત્ર રચ્યું છે તે સફળ થતું દેખાઈ રહ્યું છે. ચીને ઈરાન સાથે 400 અબજ ડોલરનો કરાર કરીને આ પગલું ભર્યું છે. ઈરાન ચીનની ચાલમાં ફસાઈને ભારત સાથેની મિત્રતાને જોખમમાં મુકવા તૈયાર થયું છે. જો આવુ થાય તો વિન-વિન પરિસ્થિતિનું નિર્માણ થશે. ચીન અજાણતા જ પાકિસ્તાનના ગોડફાધર બની ગયું છે. ઈરાન સાથે ચીન ગાઢ સંબંધોની સાથે સાથે પાકિસ્તાન સાથેના સંબંધો પણ ગાઢ બનશે. હાલમાં ધાર્મિક ધોરણે ઈરાન અને પાકિસ્તાન એટલા સારા નથી. ચીને ઈરાન સાથે મિત્રતાનો હાથ આગળ કરીને પશ્ચિમ એશિયામાં સર્વોપરિતા સ્થાપિત કરવાની ચાલને લઈને ભારતને ઝટકો આપ્યો છે જેનાથી પાકિસ્તાનને ખુશી થવી સ્વાભાવિક છે.
ભારત માટે જોખમ કેમ ?
ચીનની નજર અફઘાનિસ્તાનની ખાણો પર છે. પાકિસ્તાન પછી હવે તેની ઈરાનમાં ઘુસણખોરી થાય તો અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધ જોખમમાં મુકાશે. મધ્ય એશિયાના દેશો પર રશિયાનો પ્રભાવ છે અને જો તેઓ ચીનની ધૂન પર નાચવાનું શરૂ કરશે તો ડ્રેગનને મહાસત્તા બનવામાં લાંબો સમય નહીં લાગે. દક્ષિણ એશિયા સાથે ચીનના વેપારમાં છેલ્લા બે દાયકામાં 23 ગણો વધારો થયો છે. મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ સુધી ચીનના રસ્તાઓ છે. શ્રીલંકા, માલદિવ્સમાં તેની પાસે જગ્યાઓ છે. એક બાજુ પૂર્વ લદ્દાખમાં બોર્ડર પર તણાવ ઘટી રહ્યો છે. ભારતે ચીનની આ નરમ આક્રમક નીતિથી સાવચેત રહેવું પડશે.
મજબૂરીમાં ચીનની પાસે ગયું ઈરાન
ઈરાન ઉપર ચીનનું નિયંત્રણ જેટલું વધશે ભારત માટે તેટલું ખરાબ છે. પાકિસ્તાનથી અંતર બનાવવા માટે ભારતે અફઘાનિસ્તાનમાં જરંજ અને દિલારામ વચ્ચે 200 કિ.મી. લાંબો રસ્તો બનાવ્યો. જેના કારણે અફઘાનની સાથે સાથે મધ્ય એશિયાના બજારો સુધી પ્રવેશવાની મંજૂરી આપે છે. આ રસ્તાને ઈરાન અને મધ્ય એશિયાના અન્ય દેશો સાથે જોડવા માટે ભારત અને ઇરાન વચ્ચે બે કરાર થયા હતા. જેમાં પહેલો કરાર ચાહબહાર-જહેદાન રોડ હતો અને બીજો ચાહબહાર બંદર હતું. આ તમામ કરારો પર 2016માં હસ્તાક્ષર થયા હતા પરંતુ હજી સુધી બાકી છે. આમાં અમેરિકાએ પણ અવરોધ મૂક્યો હતો પરંતુ બાદમાં છુટ આપી છે. હજી પણ પ્રોજેક્ટ શરૂ કરી શકાયો નથી કારણ કે કોઈ દેશ સાધન આપવા માટે સંમત નથી. એટલા માટે ના ચાહવા છતા પણ ઈરાને ચીનનો સાથ માંગવો પડ્યો.
ચીન પાકિસ્તાન અને ઈરાનની વચ્ચે કરશે મધ્યસ્થી
ઈરાને ચાર વર્ષ માટે ચીનની આ ઓફર મોકૂફ રાખી હતી. પરંતુ આ વખતે યુએસ પ્રતિબંધોના દબાણ હેઠળ તેણે તેને મંજૂરી આપી દીધી. મધ્ય એશિયાના જાણકાર વ્યક્તિ વેદપ્રતાપ વૈદિકનું માનવું છે કે હવે ચીન અને ઈરાનની નિકટતા પાકિસ્તાન અને ઈરાનની નિકટતામાં વધારો કરશે. બંને દેશો વચ્ચે અત્યાર સુધી શિયા-સુન્નીના નામે તણાવ હતો. ચીને તેમની વચ્ચે મધ્યસ્થી કરીને સારૂ બનવાનો પ્રયત્ન કરશે કારણ કે ચીનની નજર ‘સિલ્કા રૂટ’ પર છે. ઈરાન પાકિસ્તાનના ગ્વાદર બંદર અને ચાહબહારને જોડવાનો પ્રયત્ન કરશે. ગ્વાદર પર સંપૂર્ણપણે ચીનનો કબજો છે. ચીનને ‘બદરે-જાસ્ક’ બંદર પણ આપી શકાય છે જે ચાહબહારથી માત્ર 350 કિલોમીટર દૂર છે.
ઈરાન ચીનની ચાલથી છે અજાણ
ચીને ઈરાન ઉપર એજ મોડેલ અપનાવ્યું છે જે તેણે અન્ય ઘણા દેશો પર અજમાવ્યું છે. 400 અબજ ડોલરના રોકાણના સોદા કરીને તેણે ઇરાનને પોતાના કબ્જામાં કરી લીધું છે. પછી એ વાતનું આશ્ચર્ય નહીં થાય જ્યારે ચીન ઈરાનમાં સૈન્ય મથક બનાવવાનું કહે અને ઈરાન માની જાય. જો આવું થાય, તો વેસ્ટર્ન એશિયામાં ચીન પોતાની સ્થિતિ સ્થાપિત કરવામાં કોઈ કસર છોડશે નહીં. ત્યારે ઈરાન તેનો આધાર બનશે અને ઇઝરાઇલ-સાઉદી અરેબિયા તેના નિશાના પર હશે.
ફરી ચીનનું મહોરૂં બનશે પાકિસ્તાન
ઇરાન સાથે કરાર કરીને ચીન તેની અર્થવ્યવસ્થામાં મોટોં ખાડો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તેની નજર ત્યાંના ઓઇલ માઇનિંગ ક્ષેત્ર પર રહેશે જેથી તેની જરૂરિયાતો પણ સરળતાથી પૂર્ણ થઈ શકે. ઈરાન દ્વારા તે અફઘાનિસ્તાન અને મધ્ય પ્રદેશના પાંચ મોટા મુસ્લિમ દેશોના તેલના ભંડારમાં પણ ભાગ લેવા માંગે છે. આ માટે તે પાકિસ્તાનને ‘ઇસ્લામિક રાષ્ટ્ર’ હોવાનો ફાયદો ઉઠાવવાથી ચૂકશે નહીં. પાકિસ્તાન ફરીથી ચીનના પાટિયા પર કપની જેમ શહીદ થશે.