Home India ચીની કંપની Huwaweiને ભારતનો જડબાતોડ જવાબ! હવે Jio5G વૈશ્વિક સ્તરે આપશે ટક્કર

ચીની કંપની Huwaweiને ભારતનો જડબાતોડ જવાબ! હવે Jio5G વૈશ્વિક સ્તરે આપશે ટક્કર

71
0

દુનિયાભરમાં જાસૂસીના આરોપોને લઈ ઘેરાયેલ ટેલિકોમ સાધન બનાવી ચીની કંપની હુવાવે માટે ભારતથી ખૂબ જ ખરાબ સમાચાર છે. ભારતની પ્રમુખ ટેલિકોમ કંપનીઓમાંથી એક રિલાયન્સ જિયોએ ઘરેલુ તકનીકથી 5જી(Jio5G) સોલ્યુશન વિકસિત કર્યું છે. રિલાન્યસ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ અંગે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે Jio5G સોલ્યુશનને અન્ય દેશોને નિકાસ કરવામાં આવશે.
આરઆઈએલની 43મી એજીએમને ઓનલાઈન સંબોધિત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે જ્યારે સરકાર 5G સેવાઓ માટે સ્પેક્ટ્રેમની જાહેરાત કરશે. ત્યારે Jio5G સેવાઓને ટ્રાયલ માટે શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આગામી વર્ષથી Jio5Gનું ફિલ્ડ ડિપ્લાયમેન્ટ શરૂ થઈ જશે. મુકેશ અંબાણીએ કહ્યું કે Jio5G સોલ્યુશન અન્ય ટેલિકોમ ઓપરેટરો માટે પણ ઉપલબ્ધ થશે.
હુવાવે પર અમેરિકા અને બ્રિટેનમાં બેન:
આપને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ આ જાહેરાત એવા સમય કરી છે જ્યારે ચીનની કંપની હુવાવે સામે દુનિયાભરમાં અવાજ ઉગ્ર બની છે. થોડા દિવસ પહેલા અમેરિકા અને તાજેતરમાં બ્રિટેને હુવાવેને 5G નેટવર્ક બનાવવાને લઈ બેન લગાવ્યો છે. બ્રિટિશ સરકારે ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ 2027 સુધી 5જી નેટવર્કથી હુવાવેના બધા સાધનોને હટાવી લે. આ પહેલા અમેરિકાએ પણ હુવાવેના બધા સાધનો પર પ્રતિબંધ લાદ્યો હતો. હુવાવે પર 5જી નેટવર્કમાં દેશની સુરક્ષાને લઈ જોખમ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કંપની પર જાસૂસીના આરોપ પણ લાગી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here