Home India ચીનમાં ભારતના રાજદૂતનો સ્પષ્ટ જવાબઃ બેઇજિંગ નક્કી કરી લે કે સંબંધોને…

ચીનમાં ભારતના રાજદૂતનો સ્પષ્ટ જવાબઃ બેઇજિંગ નક્કી કરી લે કે સંબંધોને…

303
0

ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આ સંપૂર્ણ રીતે ચીન પર નિર્ભર છે કે દ્વિપક્ષીય સંબંધોને કઇ દિશામાં લઇ જવા ઇચ્છે છે. ચીને આ મુદ્દે સાવધાનીથી વિચાર કરવો જોઇએ. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે બંને દેશોની વચ્ચે સૈન્ય ટક્કર ન થાય તેનો એક માત્ર ઉપાય છે કે ચીન LAC પર નિર્માણ કાર્ય ઝડપથી બંધ કરે.સમાચાર એજન્સી PTI સાથેના એક ઇન્ટરવ્યુંમાં વિક્રમ મિસ્રીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ચીન આ મુદ્દા પર પોતાની જવાબદારીને સમજે અને LAC પર તણાવને દૂર કરશે અને ત્યાંથી પાછા હટવાની પ્રક્રિયા શરૂ કરશે. તેમણે કહ્યું કે ચીને સરહદ ક્રોસ કરી ભારતની સરહદમાં આવવા અને ભારતીય જમીન પર નિર્માણ કરવાની ગેરકાયદેસર કામને બંધ કરી દેવા જોઇએ.
ગલવાન પર દાવો કરી કોઇ ફાયદો નહીં

ભારતના રાજદૂતે ગલવાન ઘાટી પર ચીનના કોઇ પણ દાવાને ફગાવતાં કહ્યું કે ગલવાન ઘાટી પર ચીન તરફથી સાર્વભૌમત્વનો દાવો બિલકુલ જ અસમર્થનીય છે અને આ રીતે મુદ્દાને ચગાવીને દાવો કરવાથી ચીનને કોઇ ફાયદો થવાનો નથી.
વિક્રમ મિસ્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે LAC પરની હાલની પરિસ્થિતિ બદલવાના ચીનના પ્રયત્નોની અસર બંને દેશોન વચ્ચેના મહત્વાના દ્વિપક્ષીય સંબંધો પર પડી શકે છે.
પોતાની હરકતોથી સંબંધોમાં તિરાડ પેદા કરી ચૂકયું છે ચીન
ભારતીય રાજદૂતે એમ પણ કહ્યું કે ભારત અને ચીનની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં મજબૂતી આવે તેના માટે એ જરૂરી છે કે સરહદ પર શાંતિ અને સૌહાર્દ કાયમ રહે. તેમણે કહ્યું કે ચીની સેનાની હરકતોએ દ્વિપક્ષીય સંબંધોમાં સારી એવી તિરાડ પેદા કરી દીધી છે. હવે ચીની સેનાને ભારતની સેનાના સામાન્ય પેટ્રોલિંગ ગતિવિધિઓ માટે અડચણ બનાવું જોઇએ નહીં. તેમણે કહ્યું કે ભારત એ હંમેશા પોતાની સરહદમાં જ કોઇપણ પ્રકારની ગતિવિધિ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here