વરિષ્ઠ રાજદ્વારી ઇન્દ્રમણિ પાંડેને જિનેવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રિય સંગઠનો માટે ભારતનાં આગામી સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાંડે 1990ની બેંચનાં ભારતીય વિદેશ સેવાનાં એક અધિકારી છે અને અત્યારે તેઓ વિદેશ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, “તેઓ જલદી પોતાનું પદ સંભાળશે તેવી આશા છે.” પોતાના લગભગ 3 દશકનાં કેરિયરમાં પાંડે દમિશ્ક, કાહિરા, ઇસ્લામાબાદ, કાબુલ, મસ્કટ અને જિનેવામાં ભારતીય મિશનોમાં કાર્યરત રહ્યા છે.