કોરોના મહામારી એ અનેક લોકોની નોકરી અને ધંધા-રોજગાર છીનવી લીધા છે. પરિણામે જે તે દેશોની સરકારો પર પણ બેરોજગારી દર ઘટાડવાનું દબાણ ઉભુ થયું છે. સૌથી વધારે જો કોઈ ઈન્ડસ્ટ્રીને નુંકશાન થયુ હોય તો તે છે ફૂડ ઈન્ડસ્ટ્રીને.
હવે ધીમે ધીમે નનજીવન પાટા પર ચડી રહ્યું છે. ધીમે ધીમે આ ઈન્ડસ્ટ્રીઝ પણ ધમધમતી થઈ છે. રેસ્ટ્રોરન્ટ ટેબલ રિઝર્વેશન સર્વિસેઝ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આવનારા સમયમાં આ ઈન્ડસ્ટ્રીઝ ફરી એક વાર મોટી સંખ્યામાં લોકોને રોજગાર (Employment) આપતી થઈ જશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2021ની શરૂઆત સુધીમાં દેશભરમાં 90 ટકા રેસ્ટોરન્ટ ડિજીટલ મેન્યૂની વ્યવસ્થા કરી લેશે. જેથી ફરી એકવાર દેશમાં રેસ્ટોરન્ટમાં રોનક જોવા મળશે.
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 2021માં રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝ 10 લાખ લોકોને રોજગાર આપશે. કંપનીના ચીફ એકઝૂક્યૂટિવ અંકિત મહ્લોત્રાના જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે આ ઈન્ડસ્ટ્રીઝમાં બહુ મોટુ પરિવર્તન આવ્યુ છે. તેથી હવે ગ્રાહકો પણ હેલ્દી ફૂડને વધારે મહત્વ આપી રહ્યા છે. આ સાથે બિલ પેમેન્ટને પણ કોન્ટેક્ટલેસ અને ડિજીટલી કરવામાં આવી રહ્યુ છે. આવનારા દિવસોમાં આ ઈન્ડસ્ટ્રીઝમાં હજૂ પણ મોટા ફેરફાર થવાના છે.
કોરોના મહામારી અને લોકડાઉનની સ્થિતીને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝ પર મોટી અસર થઈ છે. આ સાથે જ કોરોના મહામારીના કારણે મોટી સંખ્યામાં લોકો રેસ્ટોરન્ટમાં ખાવાનું આવતા હતા, તે હવે ટાળી રહ્યા છે. આ સમયે હોટલ માલિકોને કર્મચારીઓને પગાર આપવાના પણ ફાંફા પડી રહ્યા હતા. એક રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે જોઈએ તો, દેશભરમાં લોકડાઉનના કારણે લગભગ 30 ટકા રેસ્ટોરન્ટ અને બાર કાયમ માટે બંધ થઈ ગયા છે.
લોકડાઉનમાં લાગેલા પ્રતિબંધો બાદ ઓનલાઈન ઓર્ડરમાં વધારો થયો છે. કેટલાય રેસ્ટોરન્ટના માલિકોએ કહ્યં હતું કે, લોકડાઉન બાદ ઓનલાઈન ઓર્ડરની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. કારણ કે, મોટા ભાગના ગ્રાહકો સુરક્ષાના કારણે ઘરમાંથી બહાર નિકળવાનું પસંદ કરતા નથી.