Home Gujarat શ્રીનાથજી સખીમંડળની પહેલ

શ્રીનાથજી સખીમંડળની પહેલ

8
0

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએ સૌથી પહેલું અમુલ પાર્લર ના પ્રારંભથી આર્થિક રીતે આત્મ નિર્ભરતા તરફ આગળ વધતી સ્વસહાય જૂથની મહિલાઓ
ગ્રામ્ય કક્ષાએ મહિલાઓ આર્થિક બાબતે આત્મનિર્ભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતાવર્ધન અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અમલીકરણ હેઠળ છે.
જે અન્વયે ગુજરાત રાજ્યમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની હેઠળ જીલ્લા કક્ષાએ જીલ્લા પંચાયતની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દરેક જીલ્લાઓમાં યોજનાની કામગીરી કરવામાં આવે છે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે. જાડેજા ના માર્ગદર્શન હેઠળ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દેવભૂમિ દ્વારકાના નિયામકશ્રી વાય.ડી. શ્રીવાસ્તવની રાહબરી હેઠળ જીલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ-દેવળિયા ખાતે શ્રીનાથજી સખી મંડળે જિલ્લા ભરમાં સ્વસહાય જૂથ દ્વારા સૌ પ્રથમ વિશ્વ વિખ્યાત અમુલ પ્રોડક્ટના વેચાણ માટેનું રીટેલ કાઉન્ટર અમુલ પાર્લરનો શુભારંભ દેવળિયા ગામના આગેવાન અને જીલ્લા પંચાયત ના સદસ્યશ્રી રણમલભાઈ લખુભાઈ માડમના વરદ હસ્તે સખીમંડળની બહેનોની ઉપસ્થિતમાં કરવામાં આવ્યો.
શ્રીનાથજી સખીમંડળના સભ્ય અને સંચાલક સુશ્રી લીનાબેન ગોકાણીએ જણાવ્યું હતું કે અમારું ગામ જામ-દેવળિયા ઘણું મોટું હોય રોજીંદી વસ્તુઓ જેવી કે દુધ-છાશ વગેરેની માંગ સારી હોય અમે અમુલ પાર્લર કરવાનું વિચારતા હતા જેમાં તાલુકા પંચાયત કલ્યાણપુરની ટીમનો સહયોગ મળ્યો અને અમે જૂથના માધ્યમથી પ્રારંભિક ૪૮૦૦૦ રૂપિયાના રોકાણ થી આ વ્યવસાય શરુઆત કરી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleરાજપીપળા રજપૂત વાડી માં કોરોના ટેસ્ટિંગ કામગીરીમાં લોકોની સંખ્યા વધતા કીટ ઘટી પડી: લોકો રાહ જોઈ ઉભા રહ્યા
Next articleમાળીયા હાટીના માં આયસોલ્સન વોર્ડ તા.17/4/21 ના શનિવાર થી શરૂઆત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here