Home Corona-live અમેરિકાની આ કંપનીએ બનાવી લીધી કોરોનાની વેક્સિન, હ્યુમન ટ્રાયલમાં થઈ સફળ

અમેરિકાની આ કંપનીએ બનાવી લીધી કોરોનાની વેક્સિન, હ્યુમન ટ્રાયલમાં થઈ સફળ

9
0

કોરોના વાયરસનાં કહેરનો સામનો કરી રહેલી દુનિયાને બચાવવા માટે વૈજ્ઞાનિકો દિવસ-રાત આ વૈશ્વિક મહામારીની વેક્સિન બનાવવામાં લાગ્યા છે. અનેક દેશોનાં વૈજ્ઞાનિકોએ દાવો પણ કર્યો છે કે તેમણે કોરોના વાયરસની વૈક્સિન બનાવી લીધી છે, પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર અત્યાર સુધી કોઈપણ એવી વેક્સિન નથી બની જેને કોરોના વાયરસની વેક્સિનનું નામ આપવામાં આવી શકે
40 લોકોને રસીનાં ઇન્જેક્શન આપવામાં આવ્યા
આ દરમિયાન અમેરિકાની બાયોટેક ફર્મ ઇનોવિયોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ વેક્સિનનાં પરીક્ષણ દરમિયાન ઉત્સાહજનક પરિણામ જોવા મળ્યા છે. ફર્મે દાવો કર્યો કે INO-4800 નામની વેક્સિન 40 લોકો પર કરવામાં આવેલા ટ્રાયલ દરમિયાન 94 ટકા સફળ રહી છે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન અમેરિકામાં 18થી 50 વર્ષની ઉંમરનાં 40 લોકોને રસીનાં ઇન્જેક્શન આપવામાં આવ્યા.
વેક્સિનનો કોઈપણ પ્રતિકૂળ પ્રભાવ જોવા ના મળ્યો
આ લોકોને 4 અઠવાડિયામાં વેક્સિનનાં 2 ઇન્જેક્શન આપવામાં આવ્યા. ટેસ્ટનાં પરિણામથી જાણવા મળ્યું કે INO-4800 વેક્સિને તમામ લોકોનાં શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારી. કંપની અનુસાર આ દરમિયાન વેક્સિનનો કોઈપણ પ્રતિકૂળ પ્રભાવ જોવા ના મળ્યો. ઇનોવિયા કંપનીનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ કેટ બ્રૉડરિકનાં જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીનાં ચીનનાં રિસર્ચર્સે કોરોના વાયરસનાં જેનેટિક કોડ જાહેર કર્યા તો તેમની ટીમે એ સીક્વન્સને સૉફ્ટવેર દ્વારા કોડ કર્યા અને ફૉર્મૂલા તૈયાર કરી લીધો. આ ડીએનએ વેક્સિન કોરોના વાયરસનાં સ્પાઇક પ્રોટીનને ઓળખીને એ જ રીતે પ્રોટીનનું નિર્માણ કરીને વાયરસનો રસ્તો ભટકાવશે અને જેવો વાયરસ તે પ્રોટિનની નજીક આવશે તો તે વેક્સિનનાં પ્રભાવથી નિષ્ક્રિય થઈ જશે.
કોરોના વાયરસનો થશે ખાત્મો
સ્પાઇક પ્રોટીનથી માનવ શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ થશે. વેક્સિનથી સ્પાઇક પ્રોટીનું નિર્માણ થશે તો શરીર તેને વાયરસ સમજીને વધારે સંખ્યામાં એન્ટીબૉડી બનાવશે, જ્યારે આ પ્રોટીનથી શરીરને કોઈ નુકસાન નહીં થાય, જ્યારે કોરોના વાયરસનો ખાત્મો થઈ જશે

Previous articleઅરે બાપરે… આ ટીવી અભિનેત્રીને કોરોના રિપોર્ટ પોઝિટિવ, કહ્યું પતિ અને પરિવારના લોકોએ મને…
Next articleApps બેન બાદ ચીનની વેપાર યુદ્ધની ધમકી! કહ્યું- ભારતીય સરકાર આ સ્થિતિને સમજે નહિંતર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here