Home Surat વેકિસનેશનની કામગીરી અને આરટીપીસીઆર ટેસ્ટ વધુ થાય તે રીતનું આયોજન હાથ ધરવા...

વેકિસનેશનની કામગીરી અને આરટીપીસીઆર ટેસ્ટ વધુ થાય તે રીતનું આયોજન હાથ ધરવા આરોગ્ય વિભાગને અપાયેલી સુચના

10
0


જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને મળેલી સમીક્ષા બેઠક

જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયાના અધ્યક્ષસ્થાને મળેલી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના અધિકારીઓને કોરોના સામેના જંગમાં વેકિસનેશનની કામગીરી અને આરટીપીસીઆર ટેસ્ટ વધુ થાય તે રીતનું આયોજન હાથ ધરવા સુચના આપી હતી સાથે આ કામગીરીનું જવાબદારીપૂર્વક વહન કરવા ઉપસ્થિત અધિકારીઓને સુચિત કર્યા હતા.
કલેકટરશ્રીએ જિલ્લાની તમામ સરકારી કોવિડ હોસ્પિટલની સાંપ્રત સ્થિતી જેવી કે મેડીકલ સ્ટ્રાફ,ઓકસીજન,રેમડીસીવીર ઇન્જેકશન સહિત આનુષંગિક તમામ બાબતોની ઝીણવટભરી ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું અને જિલ્લા પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં અપાયેલી સુચનાઓનું ચુસ્ત પાલન કરી જરૂરી અમલીકરણ કરવા પર કલેકટરશ્રીએ બેઠકમાં ખાસ ભાર મૂકયો હતો.
કલેકટરશ્રીએ નોડલ અધિકારીશ્રીઓને સોંપવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી પૃચ્છા કરી સોંપેલ કામગીરીમાં કોઇ કચાશ ન આવે તેવી કામગીરી કરવા જરૂરી સુચના આપવામાં આવી હતી. તેમણે આરટીપીસીઆર ટેસ્ટ વધુમાં વધુ થાય, હેલ્પલાઇન નંબર કાર્યરત થાય તેમજ રસીકરણની કામગીરી સધન બનાવાય અને વધુમાં વધુ લોકો લાભ લે તે દિશામાં કામગીરી કરવા ખાસ ભાર મૂકયો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સિવિલ હોસ્પિટલના આરએમઓ, આરોગ્ય વિભાગના અન્ય સ્ટાફ, નોડલ અધિકારીશ્રીઓ તથા સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ , ગુજરાત.

Previous articleહમીદપુરા ચોકડી નજીકથી કતલખાને લઇ જવાતા ૧૫ પશુઓ સાથે રૂ .૯,૯૪,૫૦૦/ ના મુદામાલ સાથે ત્રણ ઇસમનોને ઝડપી પાડતી ઉમરેઠ પોલીસ.
Next articleસીટી સ્કેન, એકસ-રે વિગેરે જેવી રેડિયોલોજી સાથે સંક્ળાયેલ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે મળેલી બેઠક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here