સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI અને ED સઘન તપાસ કરી રહ્યા છે. આજે હવે રિયા ચક્રવર્તી મુંબઈની ED ઓફિસ પહોંચી ગઈ છે. ED દ્વારા મની લોન્ડરિંગ મામલે રિયાની પૂછપરછ કરવામાં આવશે. ED રિયાને આકરા સવાલો પૂછી શકે છે. રિયા પર સુશાંત સિંહના ખાતામાંથી 15 કરોડ તફડાવી લેવાનો આરોપ છે. ED એ પણ જાણવા માંગશે કે રિયા સુશાંતના ખાતામાંથી કેમ આટલા રૂપિયા ટ્રાંઝેક્શન કરી રહી હતી.
શા માટે રિયાને EDએ પાઠવ્યુ સમન્સ?
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે CBI હવે બારીકાઈથી તપાસ કરી રહી છે. આ અગાઉ મુંબઈ પોલીસની તપાસ દરમિયાન EDએ તપાસ શરૂ કરી હતી. ED શંકાસ્પદ રીતે સુશાંત સિંહ રાજપૂતના બેંક ખાતામાં રિયા અને તેના ભાઈએ પૈસાની લેણદેણ કરી છે તે અંગે તપાસ કરી રહી છે. EDએ મુંબઈના રિયાના ખાર સ્થિત ફ્લેટને પણ શંકાથી જુએ છે. આજ કારણે રિયાની પુછપરછ થઈ રહી છે.
સુશાંતસિંહના પિતાએ રિયા વિરૂદ્ધ પટણામાં FIR નોંધાવતી વખતે ઘણા આક્ષેપો કર્યા હતા. એક આરોપ પૈસાના વ્યવહાર અંગેનો હતો. તેમણે એવો દાવો કર્યો હતો કે સુશાંતના ખાતામાં 17 કરોડ હતા જેમાંથી 15 કરોડ રૂપિયા ગાયબ છે.
EDએ રિયા સાથે તેના ભાઈની પૂછપરછ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. એવી શંકા છે કે રિયાનો ભાઈ શૌવિક ચક્રવર્તી પણ આમાં સામેલ છે. સમાચાર એવા પણ છે કે રિયાનો ભાઈ સુશાંત સિંહ રાજપૂત સાથે બે કંપનીમાં જોડાયેલ હતો.
સવારે એવા સમાચાર હતા કે રિયા આજે શનિવારે ED સમક્ષ હાજર નહી થાય જો કે આજે રિયાને ED સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ.