Crime

નેત્રંગ ચારરસ્તા ઉપરથી ભેંસોને કતલખાને લઈ જતાં આઈસર ટેંપાને પોલીસે પકડી પાડ્યો,

૧૫ ભેંસ,આઈસર ટેંમ્પા અને ખેપિયાને પકડી પોલીસે જેલભેગો કયૉ,એક ખેપિયો ફરાર,

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પો.કમીઁઓ નાઇટ પેટ્રોલીંગમા હતા,જે દરમિયાન અંકલેશ્વર તરફથી તાડપત્રી બાંધેલી હાલતમાં આઈશર ટેમ્પો નં :- જીજે-૧૬-એયુ-૬૮૪૬ નેત્રંગ ચારરસ્તા પાસે આવતા સાઈડમાં આઈશર ટેમ્પાને ઉભો રાખી તપાસ કરતાં આઈસર ટેમ્પામાં નાની-મોટી ભેંસો નંગ -૧૫ ખીચોખીચ દોરડા વડે બાંધી ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર કતલખાને લઇ જવાનું માલુમ પડ્યું હતું,નેત્રંગ પોલીસે કાયદેસરની કાયઁવાહી હાથધરતાં રૂ.૧,૫૦,૦૦૦ ની ભેંસો અને આઇસર ટેમ્પોની કિંમત રૂ ૩,૦૦,૦૦૦ મળીને કુલ રૂ.૪,૫૦,૦૦૦ નો મદ્દામાલ સાથે ધસકાંદરભાઇ કમાલભાઇ સૈયદ ઉ.વ.૪૦ રહે.કણભા નવીનગરી તા.કરજણ જી.વડોદરાને પકડી જેલભેગો કરી દેવામાં આવ્યો હતો,જ્યારે ઉસ્માનભાઇ ઉર્ફ ભીખો યાકબ પટલ રહ.ર્લણ તા.કરજણ જી.વડદરા વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રોગતિમાન કયૉ હતા,

ઉલ્લેખનીય છે કે,ભરૂચ જીલ્લાના પોલીસતંત્રના ચોપડે નેત્રંગને અતિસંવેદનસીલ તાલુકા તરીકે ગણના થાય છે,કારણ કે નેત્રંગ તાલુકા મથકથી માત્ર ૧૪ કિમી નમૅદા જીલ્લો અને ૧૫ કિમી સુરત જીલ્લા સહિત માત્ર ૫૫ કિમી ઉપર મહારાષ્ટ્ર રાજ્યનો સરહદી વિસ્તાર શરૂ થઇ જતાં ભરૂચ,નમૅદા અને સુરત જીલ્લા સહિત દ.ગુજરાતમાં દારૂની ગુનાહિત પ્રવૃત્તિઓને આસાનીથી અંજામ આપી શકાય છે,ગુનાખોરી માટે નેત્રંગને એપી સેન્ટર ગણાતું હોવાથી નેત્રંગ પો.સ્ટેશનમાં જવાબદાર પીએસઆઈ કક્ષાના અધિકારી-સ્ટાફને રાત-દિવ ખડેપગે તૈયાર રહેવું પડે છે.

* ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

Leave a Reply

Your email address will not be published.