South-Gujarat

માળીયા હાટીના માં આયસોલ્સન વોર્ડ તા.17/4/21 ના શનિવાર થી શરૂઆત

સંપર્ક માટે માળીયા હાટીના તાલુકા પંચાયત ના સદસ્ય 1 જીવાભાઈ (જીવો) સીસોદીયા મો. 8758880580

તાજેતર માં માળીયા હાટીના તાલુકા માં કોરોના મહામારી મા કોરોના નુ સંક્રમણ દિવસે દિવસે રોજ વધવામાં છે.
ત્યારે આ વિસ્તાર ના જુનાગઢ ગિરસોમનાથ ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, માળીયા હાટીના તાલુકા હેલ્થ ઓફિસર ડો.પુજાબેન પ્રિયદર્શીની, જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, માળીયા હાટીના તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપસિંહ સીસોદીયા, માળીયા હાટીના તાલુકા પંચાયત 1 ના સદસ્ય જીવા ભાઈ સીસોદીયા , માળીયા હાટીના તાલુકા પંચાયત 2 ના સદસ્ય જીતુભાઇ સીસોદીયા અવિરત પ્રયત્નથી માળીયા હાટીના માં આયસોલ્સન વોર્ડ ની શરૂઆત તા.૧૭/૪/૨૧ શનિવાર ના રોજ ટેલિફોન એક્સચેન્જ, આઈ આર ડી ઓફિસ ની બાજુ માં આવેલ હોસ્ટેલ માં આ સુવિધા ચાલુ કરવામાં આવશે આ આયસોલસન વોર્ડ માં રહેવા બે ટાઈમ જમવા ચા પાણી ની સુવિધા રાખવામાં આવેલ છે. તેવી યાદી માળીયા હાટીના તાલુકા હેલ્થ ઓફિસર ડો. પૂજાબેન પ્રિયદર્શીની ની યાદી જણાવેલ છે.
માળીયા હાટીના ગામ માં કાયમ કોરોના ના કેસો વધતા જાય છે એક એક ઘરમાં. ત્રણ. ત્રણ. અને ચાર. ચાર. કેસો જોવા મળે છે. આમ. કોરો ના એ માળીયા હાટીના માં હા હા
કાર મચાવી દીધો છે
આરોગ્ય કર્મી ઓ પણ ખરા દિલ થી. સેવામાં લાગી ગયું છે કાયમ. ઘરે ઘરે જઈ ને
દર્દી ઓ ને ટેસ્ટ રિપોર્ટ કરે છે

રીપોર્ટ : મહેશ કાનાબાર.

Leave a Reply

Your email address will not be published.