IIT બોમ્બે ઝોનના ચિરાગ ફાલોર જેઇઇ (Advanced) 2020મા કોમન રેન્ક લિસ્ટ (CRL)માં ટોપર રહ્યો. તેણે 396માંથી 352 માર્ક મેળવ્યા. તો IIT રૂરકી ઝોનની કનિષ્ક મિત્તલ CRLમાં 17મા નંબરની સાથે મહિલા રેન્કમાં ટોપર છે. તેણે 396માંથી 315 માર્કસ મેળવ્યા. પેપર-1 અને 2માં કુલ 43204 ઉમેદવારોએ JEE (Advanced) 2020 ક્વાલિફાય કર્યું છે. કુલ યોગ્ય ઉમેદવારોમાંથી 6707 મહિલાઓ છે.
આ વર્ષે રિઝલ્ટ તૈયાર કરતા સમયે ધોરણ-12ના માર્કસ પર ધ્યાનમાં લેવાયા નથી. નવા નિયમાનુસાર આ નિર્ણય લેવાયો હતો. આની પહેલાં જેઇઇ Advancedમાં ભાગ લેવા માટે ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 75 ટકા મેળવેલા ફરજીયાત હતા. આ વર્ષે COVID-19ના લીધે CBSE અને CISCE સહિત કેટલાંય બોર્ડે વિશેષ યોજનાઓના આધાર પર પરિણામ જાહેર કર્યા છે.
મેરિટના આધાર પર પરિણામના એક દિવસ બાદ 6 ઑક્ટોબરથી કાઉન્સેલિંગનું આયોજન કરાશે. સમયસર પ્રવેશ અને વર્ગોની શરૂઆત સુનિશ્ચિત કરવા માટે કાઉન્સેલિંગ રાઉન્ડની સંખ્યા સાતની જગ્યાએ 6 કરી દેવાયા છે. આ વર્ષે પરિણામ પણ રેકોર્ડ સમયમાં જાહેર કરાયું છે. આપને જણાવી દઇએ કે આ પરીક્ષા 27 સપ્ટેમ્બરના રોજ આયોજીત કરાઇ હતી.