Home International ભારતીય વિમાન અને મિસાઇલોને તોડી પાડવા માટે એર ડિફેન્સ પોઝિશન અને હેલિપોર્ટની...

ભારતીય વિમાન અને મિસાઇલોને તોડી પાડવા માટે એર ડિફેન્સ પોઝિશન અને હેલિપોર્ટની સંખ્યાને પણ બમણી કરી દીધી છે…

15
0

2017ની સાલમાં ભારતના કડક વલણને પગલે ચીને ભૂતાનની બાજુમાં આવેલા ડોકલામમાં છેલ્લા ત્રણ વર્ષમાં LACની બાજુમાં આવેલા તેના ક્ષેત્રમાં હવાઇ મથકોની સંખ્યા બમણી કરી દીધી છે. આ ઉપરાંત ભારતીય વિમાન અને મિસાઇલોને તોડી પાડવા માટે એર ડિફેન્સ પોઝિશન અને હેલિપોર્ટની સંખ્યાને પણ બમણી કરી દીધી છે. ચીને આ તૈયારી લદ્દાખમાં તણાવ પેદા કરતા પહેલાં કરી. આના પરથી ચીનની મંશા હવે ખુલીને સામે આવી રહી છે.
એક મીડિયા રિપોર્ટમાં ગ્લોબલ ઇન્ટેલિજન્સ વોચડોગ સ્ટારફોર દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં સેટેલાઇટ તસવીરોના હવાલે કહ્યું છે કે ચીનના સૈન્ય ઠેકાણાની સીધી અસર ભારતીય સુરક્ષા પર પડી રહી છે. સંસ્થાના વરિષ્ઠ વૈશ્વિક વિશ્લેષક સિમ ટૈક એ કહ્યું કે ચીનના લશ્કરી મથકોની આ તૈયારી લદ્દાખ ગતિરોધની બરાબર પહેલાં જ કરાઇ છે જે દર્શાવે છે કે પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા આ તણાવ ચીને પોતાના સરહદી વિસ્તારો પર નિયંત્રણ પ્રાપ્ત કરવા માટે મોટાપાયા પર થઇ રહેલા પ્રયાસનો હિસ્સો છે.
‘લદ્દાખ તણાવ ડ્રેગનના લાંબા સમયના ઇરાદાની માત્ર શરૂઆત’
ટેકે કહ્યું કે ચીનના પોતાના લશ્કરી ઠેકાણાઓને અપગ્રેડ કરવાનું કામ હજુ પૂરુ કર્યું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લશ્કરી મથકોના વિસ્તરણ અને નિર્માણ હજી પણ મોટાભાગના મામલાઓમાં ચાલુ છે. તેથી ભારતની સરહદ પર જે તનાવ ચાલે છે તે ડ્રેગનના લાંબા સમયના ઇરાદાની બસ શરૂઆત છે. ભારત માટે પરિણામ બિલકુલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એકવાર જ્યારે ચીન તેના લશ્કરી મથકોનું નિર્માણ પૂરું કરી લેશે તો આ સૈન્ય મથકો ચીનને ભારત વિરુદ્ધ વધુ વ્યાપક અભિયાન ચલાવામાં મદદ કરશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ભારત સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર 13 સંપૂર્ણપણે નવી સૈન્ય પોઝિશન બનાવી રહ્યું છે. તેમાં ત્રણ એર બેઝ, 5 કાયમી એર ડિફેન્સ પોઝિશન્સ અને પાંચ હેલિપોર્ટ સામેલ છે. તેમાંથી મેમાં લદ્દાખ કટોકટીની શરૂઆત પછી 4 નવા હેલિપોર્ટ બનાવ્યા છે. ભારતની સરહદ પર ચીનના લશ્કરી વિસ્તરણમાં એરબેઝનું નિર્માણ, ઇલેક્ટ્રોનિક વૉરફેર સુવિધા, હેલિપોર્ટ અને એર ડિફેન્સ સ્થળનું નિર્માણ સામેલ છે.
‘ભારતીય મોરચા પર ચીનની સૈન્ય તૈનાતી એક મોટો રણનીતિનો હિસ્સો’
સ્ટાર્ટફોરના અહેવાલમાં કહ્યું છે કે ભારતીય મોરચા પર ચીનની સૈન્ય તૈનાતી એક મોટી વ્યૂહરચનાનો ભાગ છે. આ બધું એવું જ રીતે છે જેવી રીતે ચીનનો લક્ષ્ય દક્ષિણ ચીન સાગરમાં છે. દક્ષિણ ચીન સાગરમાં ચીને કૃત્રિમ દ્વીપ બનાવ્યા અને બાદમાં તેને એક પૂર્ણ નૌસૈનિક અડ્ડામાં ફેરવી દીધું છે. ચીનના આ પગલાંથી દક્ષિણ ચીન સાગરના કેટલાંય દેશોએ નકાર્યું છે. ભારત દક્ષિણ ચીન સાગરમાં સ્વતંત્ર નૌવહન માટે અમેરિકાની સાથે ઉભું છે, તેનાથી પણ ચીન ચિડાયું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન લદ્દાખમાં લશ્કરી ક્ષમતાનું પ્રદર્શન કરીને ભવિષ્યમાં કોઈપણ ભાવિ પ્રતિકાર અથવા લશ્કરી કાર્યવાહીને નિરાશ કરવાની કોશિષ કરવા માંગે છે. ચીન પોતાના સૈન્ય દબદબાને વધારવા માટે હવાઇ ક્ષમતાને વધારવા પર પૂરું જોર આપી રહ્યું છે. તેથી જ ચીન એર ડિફેન્સ પોઝિશન બનાવી રહ્યું છે. તેમાં વિમાન માટેના વધારાના રનવે અને શેલ્ટર સામેલ છે.


Previous articleવોટ્સએપ ટ્રેકર WABetaInfo અનુસાર કંપની પોતાના મલ્ટીપલ-ડિવાઈઝ સપોર્ટ ફીચર પર છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે….
Next articleકોંગ્રેસના રાજ્યસભા સભ્યોએ રાજ્યસભાનું વૉકઆઉટ કર્યું છે., કોંગ્રેસ સિવાય સમાજવાદી પાર્ટીએ પણ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here